Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

પીઆઈની ફિઝિકલ ટેસ્ટમાં કોવિડ પોઝિટિવને તક અપાશે

કોરોના વાયરસની અસર વિવિધ પરીક્ષાઓ પર પડી : ૨૨થી ૨૬ એપ્રિલ વચ્ચે ટેસ્ટમાં હાજર ન રહી શકનારા ઉમેદવારોને ફરીવાર તક આપવાનો GPSCનો નિર્ણય

ગાંધીનગર, તા. :  ગુજરાતમાં કોરોના વાયરસ કાબૂ બહાર જઈ રહ્યો છે તેવામાં ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂ પણ લગાવવામાં આવ્યો છે. ઉપરાંત હવે લોકડાઉનના ભણકારા વાગી રહ્યા છે તેવામાં વિવિધ શૈક્ષણિક પરીક્ષાઓને અસર પડી શકે છે. તેવામાં પોલીસ ઈન્સપેક્ટરની ફિઝિકલ ટેસ્ટને લઈને જીપીએસસી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ હવે કોવિડ પોઝિટિવ ઉમેદવારોને પરીક્ષા માટે તક આપવામાં આવશે. ૨૨થી ૨૬ એપ્રિલ દરમિયાન ફિઝિકલ ટેસ્ટમાં હાજર રહી શકનારા ઉમેદવારોને બીજી તક આપવામાં આવશે.

પીઆઈ માટેની મુખ્ય પરીક્ષા અગાઉ કોરોના પોઝિટિવ ઉમેદવારોની પરીક્ષા લેવામાં આવશે. કોરોનાના વધી રહેલા કેસને જોતા જીપીએસસી મહત્વનો નિર્ણય લીધો છે જેથી કરીને કોઈ ઉમેદવાર પરીક્ષા વગર રહી જાય. રાજ્યમાં પીઆઈની પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોની ફિઝિકલ ટેસ્ટ લેવાની છે. જીપીએસસી દ્વારા ફિઝિકલ ટેસ્ટ માટે ૨૨થી ૨૬ એપ્રિલની તારીખ જાહેર કરી હતી. પીઆઈની મુખ્ય પરીક્ષા ૧૯થી ૨૦ જૂન વચ્ચે લેવામાં આવશે.

(9:59 pm IST)