Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

કોરોનાનો કહેર વધતા અમદાવાદ મ્યુ.કમિશ્નરનો મોટો નિર્ણય : વર્ગ 3,4ના 50 ટકા કર્મચારીઓને જ ઓફિસ આવવા સૂચન

અમદાવાદ : ગુજરાતમાં કોરોનાના કહેરે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે.દિવસેને દિવસે કોરોનાના કેસ માં વધારો થતો જોવા મળી રહ્યો છે.આજે રાજયમાં કોરોનાના ૩૨૮૦ કેસ નોધાયા.ત્યારે આ વધતા જતા કેસને લઈને અમદાવાદ મ્યુનીસીપલ કમિશ્નર દ્વારા મહત્વનો નિર્ણય કરાયો છે જેમાં AMC ના કર્મચારી સંક્રમિત થતા અટકાવવા માટે વર્ગ ૩ અને ૪ના ૫૦ ટકા કર્મચારીઓને જ ઓફિસ આવવા સુચન આપવામાં આવ્યું છે.

આ ઉપરાંત વધતા જતા કેસ ને લઈને અમદાવાદ શહેરમાં સ્વામીનારાયણ મંદિર કાલાપુર અમદાવાદ બંધ રહેશે.તેમજ ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવાનારી પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે.આ ઉપરાંત હાઇકોર્ટ દ્વારા કફર્યુ અંગેનો નિર્દેશ રાજ્ય સરકારને કરવામાં આવ્યો હતો જેના પગલે લોકોમાં ભય સર્જાતા લોકો શોપિંગ મોલ્સમાં ખીરીદી માટે ઉમટી પડ્યા હતા.

(11:06 pm IST)