Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

તરોપા ગામની હાઈસ્કૂલ ના પ્રિન્સિપાલ સહિત શિક્ષકો કોરોના સંક્રમિત થતા વિધ્યાર્થીઓ શાળામાં જતા બંધ થયા

ત્રણેક શિક્ષકો અને પ્રિન્સિપાલનો કોરોના રિપોર્ટ પોજેટિવ આવ્યા બાદ શાળાના વિદ્યાર્થીઓના ટેસ્ટ કેમ ન કરાયાની વાતે જોર પકડ્યું: પ્રિન્સિપાલ સાથે ટેલિફોનિક વાત બાદ સવાલ પૂછતાં જ જવાબ ન આપવા નેટવર્ક ન મળતું હોય તેમ હેલ્લો હેલ્લો કહી વાત ટાળી હોવાનું લાગ્યું હતું.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાની તરોપા ગામમાં આવેલી હાઈસ્કૂલ ના આચાર્ય તથા શિક્ષકો કોરોના સંક્રમિત થતા શાળામાં વિદ્યાર્થીઓ એ આવવાનું બંધ કર્યું હોવાની માહિતી જાણવા મળી છે.

આ બાબતે મળતી માહિતી મુજબ તરોપા હાઈસ્કૂલ ના આચાર્ય સહિત ત્રણેક શિક્ષકો નો કોરોના રિપોર્ટ પોજેટિવ આવતા સ્કૂલમાં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓ ના વાલીઓમાં ચિંતા નું મોજું ફરી વળતા હાલ સ્કૂલ માં બાળકો આવતા બંધ થયા હોવાનું જાણવા મળ્યું છે.જોકે આ શાળાના આચાર્ય અને શિક્ષકો કોરોન્ટાઈન થયા છે પરંતુ શાળામાં આવતા વિદ્યાર્થીઓ સંક્રમિત થયા છે કે નહીં એ બાબતે કોઈ ટેસ્ટિંગ કરવામાં આવ્યું નથી તેવી પણ ચર્ચા સંભળાતા અમે આ બાબતે આચાર્ય નો ટેલિફોનિક સંપર્ક કરવા પ્રયાસ કરતા એમણે શરૂઆત માં ફોન પર વાત કર્યા બાદ કોરોના બાબતે સવાલ કરતા હેલ્લો હેલ્લો બોલી નેટવર્ક ન મળતું હોવાનું બહાનું કાઢ્યું હોય તેમ લાગ્યું હતું ત્યારબાદ અમે આ બાબતે જિલ્લા શિક્ષણાધિકારી જયેશ પટેલ સાથે વાત કરતા તેમણે આ બાબતે તપાસ કરી યોગ્ય કરવા જણાવ્યું હતું.
જોકે આધારભૂત સૂત્રો માંથી મળતી માહિતી મુજબ થોડા સમય પહેલા પરીક્ષા ચાલુ હતી ત્યારે કેટલાક વિદ્યાર્થીઓ ને તાવ સહિતના લક્ષણો જણાયા હોવા છતાં કોઈના ટેસ્ટ કે અન્ય બાબત ધ્યાન પર ન લઈ તેમને અલગ બેસાડી પરીક્ષા અપાવી હતી ત્યારબાદ ખુદ પ્રિન્સિપાલ અને શિક્ષકો કોરોના ઝપેટ માં આવ્યા બાદ પણ કોઈજ દરકાર ન લેવાતા શાળા સંચાલકો પર અનેક સવાલો ઉઠ્યા છે.

(11:23 pm IST)