Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

તાપીના વાલોડ તાલુકાના બુટવાડાગામમાં સ્વૈચ્છિક લોકડાઉન

ગામમાં આવતા ફેરિયા,બહારના સગા સંબંધી અને ગામના લોકોએ બહાર ન જવાનો નિર્ણય કર્યો

તાપી જિલ્લામાં વધતા જતા કોરોના સંક્રમણને લઈ ગ્રામ્ય વિસ્તારના લોકો પણ જાગૃત થયા છે. જિલ્લાના વાલોડ તાલુકાના બુટવાડા ગામના લોકોએ સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય કર્યો છે. ગામમાં આવતા ફેરિયા,બહારના સગા સંબંધી અને ગામના લોકોએ બહાર ન જવાનો નિર્ણય કર્યો છે. ભાજપના સહકારી આગેવાન નરેશ પટેલનું ગામ છે બુટવાડા. સ્વૈચ્છિક લોકડાઉનની જાણ સોશિયલ મીડિયામાં મેસેજ કરી લોકોને કરવામાં આવી છે

(1:30 pm IST)