Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

રાજ્યમાં કાળઝાળ ગરમી : 8 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું

સુરેન્દ્રનગરમાં 41.8 ડિગ્રી, અમરેલીમાં 41.5 ડિગ્રી, રાજકોટમાં 41.5 ડિગ્રી, ગાંધીનગરમાં 41 ડિગ્રી, અમદાવાદમાં 40.9 ડિગ્રી, ડીસામાં 40.1 ડિગ્રી, વડોદરામાં 40.7 ડિગ્રી અને કંડલા એરપોર્ટનું મહત્તમ તાપમાન 40.8 ડિગ્રી નોધાયું

અમદાવાદ : રાજ્યમાં માર્ચ મહિનાના છેલ્લા સપ્તાહથી ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે. છેલ્લા એક સપ્તાહથી રાજ્યના મોટાભાગના શહેરોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાઈ રહ્યું છે.

મંગળવારે રાજ્યના 8 શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયું હતું. હવામાન વિભાગે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં બે દિવસ હિટવેવની આગાહી કરી છે. રાજ્યમાં સૌથી વધુ સુરેન્દ્રનગરમાં 41.8 ડિગ્રી,અમરેલીમાં 41.5 ડિગ્રી, રાજકોટમાં 41.5 ડિગ્રી, ગાંધીનગરમાં 41 ડિગ્રી ,અમદાવાદમાં 40.9 ડિગ્રી, ડીસામાં 40.1 ડિગ્રી,વડોદરામાં 40.7 ડિગ્રી અને કંડલા એરપોર્ટનું મહત્તમ તાપમાન 40.8 ડિગ્રી નોધાયું હતુ.

(1:37 pm IST)