Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

કોરોના સામે ૧ર૦ દિવસની લડાઇઃ ૬૭ વર્ષીય કિશોરસિંહ ૪ મહિને સ્વસ્થ થયા

૬૦ દિવસ હોસ્પીટલમાં અને ૬૦ દિવસ ઘરે બનાવાયેલ આઇસીયુમાં સારવાર લીધી

અમદાવાદ તા. ૭ : કોરોના સંક્રમણ કરી એકવાર ઝડપથી વધી રહ્યું છે. તેવામાં ૪ મહિનાના ઉપચાર બાદ એક દર્દી સ્વસ્થ્ય થવાનો સંભવતઃ આ પહેલો મામલો હશે. ૬૭ વર્ષના કિશોરસિંહ જાડેજાએ જ ખાનગી હોસ્પીટલમાં ૧ર૦ દિવસની સારવારના અંતે સ્વસ્થ્ય થયા હતા.

કિશોરસિંહને કોઇ પણ પ્રકારની અન્ય બીમારી ન હતી. પણ કોરોના સંક્રમણ બાદ તેમના ફેફસામાં સંક્રમણ થયેલ. ત્યારબાદ તેમની કિડની અને માથામાં પણ સંક્રમણ ફેલાયેલ. ફેફસામાં પંકચરની સ્થિતિનો સામનો કરવો પડેલ. જેથી શરીર ફુલી ગયેલ અને માંસવેશીઓ કમજોર થવા લાગેલ.રેડીઅન્સ હોસ્પીટલના ડો. અજય શાહ અને આઇસીયુ સ્પેશ્યાલીસ્ટ ડો. પારસ પટેલે જણાવેલ કે ફેફસાના સંક્રમણને દુર કરવા ફાઇબ્રો સિસથી પુરી રીતે શ્વાછોશ્વાસની પ્રક્રિયા માટે વેન્ટીલેટર ઉપર રખાયેલ. ફાઇબ્રોસીસ માટે નવી દવા દેવામાં આવેલ. ધીમે-ધીમે તબીયત સુધરવા લાગેલ.

તેમના પરિવારજનો સાથે ચર્ચા બાદ કિશોરસિંહને ઘરે જ ૬૦ દિવસ ઉપચાર અપાયેલ. હવે તેઓ સંપૂર્ણ રીતે સ્વસ્થ્ય છે. ડોકટરોનું માનવું છે કે આટલા લાંબા ઉપચાર દરમિયાન દર્દીની માનસીક સ્થિતિ બગડી શકે છે, પણ ડોકટરો અને નર્સીંગ સ્ટાફની દેખભાળથી તેમને માનસીક રીતે પણ સપોર્ટ મળેલ.

ડોકટર અજય શાહે જણાવેલ કે ફેફસા સંક્રમણના લીધે કઠણ થતા જતા હતા પણ દવાઓમાં ફેરફાર કરી દર્દીની સ્થિતિ સુધરેલ. ૧ર૦માંથી ૬૦ દિવસ તેઓ ઘરે બનાવાયેલ આઇસીયુમાં રહેલ. હાલ તેમની તબીયત સારી છે.

(3:32 pm IST)