Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

કિસી કા ખૂન નહીં તો કહી આગ લગવા દો, એક્‍સિડન્‍ટ કરાવોઃ અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્‍ચે આતંકી મોડયુલ્‍સનો પર્દાફાશ કર્યોઃ 3ની ધરપકડ

અમદાવાદ: અમદાવાદના પોલીસ કમિશન સંજય શ્રીવાસ્તવને થોડા દિવસ પહેલા એક એજન્સી દ્વારા મેસેજ મળ્યો હતો કે, “કાલુપુરવાલા કામ હો ગયા હૈ….” આ મેસેજ મળતા કમિશનરે પોતે તપાસ કરાવી કે કઈ મોટી ઘટના બની ? આગ સિવાય કોઈ ઘટના ન હોવાનું સામે આવ્યું. તપાસ તાત્કાલિક ક્રાઇમ બ્રાન્ચને સોંપી હતી અને આ ઘટનામાં તપાસ કરતા ક્રાઇમ બ્રાન્ચે ટેરરના નવા મોડ્યુલ્સનો પર્દાફાશ કર્યો છે.

દુબઈથી દુકાનો સળગવા માટે 3 શખ્સોને 1.50 લાખ રૂપિયા આપવામાં આવ્યા હોવાનું ખુલ્યું છે. દેશમાં ફેસબુકના માધ્યમથી દેશની આંતરિક સુરક્ષા તેમજ આર્થિક પરિસ્થિતિ જોખમાય તેવા કૃત્ય કરવા પ્રેરિત કરી રહ્યા હોવાનું ખુલ્યું છે. ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપીની ધરપકડ કરી ફેસબુક એકાઉન્ટ ધરકોની શોધખોળ હતા. પોલીસે ઓન લો ફૂલ એક્ટિવિટીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

એક લિટીના મળેલા સંદેશની દિશામાં પગેરું મેળવ્યું

અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તાવને મળેલા એક લિટીના સંદેશા ના આધારે ક્રાઈમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર પ્રેમવિરસિંગ અને નાયબ પોલીસ કમિશનર ચૈતન્ય માંડલીકે તપાસ શરૂ કરી હતી. એસીપી ડી બી ચુડાસમાએ સૂચના આધારે તપાસનો દૌર શરૂ કર્યો,જો કે પહેલા તો કાલુપુરમાં એવી કોઈ મોટી ઘટના ધ્યાનમાં આવતી ન્હોતી, પરંતુ કાલુપુર પોલીસ પાસે જાણકારી માંગતા માત્ર એટલી જાણકારી મળી કે રેવડીબજારમાં સાત દુકાનોમાં આગ લાગી હતી અને તે માત્ર અકસ્માત હતો.

આગ લાગી નહતી પણ ત્રણ યુવાનોએ લગાવી હતી

 ક્રાઈમ બ્રાન્ચની ટીમેં આગ લાગી ત્યારે સીસીટીવી ચાલુ હતા તેના સીસી ટીવી ફુટેઝ જોવાની શરૂઆત કરી અને પહેલી એક કડી હાથ લાગી જેમાં સ્પષ્ટ થયુ કે આગ લાગી ન્હોતી પણ આગ લગાડવા ત્રણ યુવકો આવ્યા હતા.જેમના હાથમાં પેટ્રોલની બોટલો હતી એક એકટિવા ઉપર આવેલા આ યુવકોએ આગ લગાડી હતી. જો કે આગમાં કોઈ જાનહાની થઈ ન્હોતી પણ 54 લાખનું નુકશાન હતું.

ફુટેઝમાં નજરે પડતા એકટિવાના આધારે તપાસ કરતા ક્રાઈમ બ્રાન્ચના હાથે ભુપેન્દ્ર ઉર્ફે પ્રવિણ વણઝારા આવ્યો હતો. શહેરના અમરાવાડી વિસ્તારમાં રહેતા ભુપેન્દ્રને ક્રાઈમ બ્રાન્ચ લઈ આવી પણ ભુપેન્દ્ર પોલીસની પૂછપરછમાં પોપટ બની ગયો અને બધુ બોલી ગયો હતો. ભુપેન્દ્રની કબુલાત પ્રમાણે ગત વર્ષો લોકડાઉન દરમિયાન તેનો સંપર્ક ફેસબુક મારફતે ભાઈ ઉર્ફે બાબા ભાઈ ઉર્ફે બાબાભાઈ કંપની સાથે થયો હતો, પોતાની ઓળખ ભાઈ તરીકે આપનારી વ્યકિત ભુપેન્દ્ર સાથે સંપર્ક કેળવ્યા પછી ભુપેન્દ્રની આર્થિક સ્થિતિની જાણકારી મેળવી લીધી હતી.

અમરાઇવાડીનો ભૂપેન્દ્ર કઇ રીતે ફસાયો

ભુપેન્દ્ર ખુબ દારૂણ સ્થિતિમાં હતો, અને વ્યાજના ચક્કરમાં ફસાયો હતો. વ્યાજખોરો ભુપેન્દ્ર સહિત તેના પરિવારને ત્રાસ આપતા હતા. આથી બાબાભાઈએ ભુપેન્દ્રને સલાહ આપી હતી કે જો સમાજના દુષણને સાફ કરીશ તો હું તને પૈસા આપીશ. ભુપેન્દ્ર પૈસા માટે કઈ પણ કરવા તૈયાર હતો. બાબા ભાઈએ તેને કહ્યુ કે તને ઠીક લાગે તેવી કોઈ પણ વ્યકિતની તારે હત્યા કરવાની અને તે માટે હું તને ચાર લાખ રૂપિયા આપીશ કોને મારવો તે તારે જ નક્કી કરવાનું છે ભુપેન્દ્ર અને બાબાભાઈ ફેસબુક મેંસેજર અને વિવિધ એપનો ઉપયોગ કરી એક બીજા સાથે સંપર્કમાં હતા.

એક તરફ વ્યાજનું ચક્કર હતું અને પૈસાની ખુબ જરૂર હતી એટલે ભુપેન્દ્ર વણઝારા કોઈનું પણ ખુન કરવા તૈયાર થઈ ગયો હતો. પણ તેને હથિયાર ની વ્યવસ્થા પણ કરી આપી હતી. આમ મધ્યપ્રદેશથી તારો કોઈ સંપર્ક કરશે અને હથિયાર આપશે તેમ મેસેજ મળી ગયો હતો.

ક્રાઇમ બ્રાન્ચે જણાવ્યું હતું કે, બાબાની સુચના પ્રમાણે મધ્યપ્રદેશની વ્યકિતનો સંપર્ક તો થયો પણ તેણે હથિયાર પેટે 14 હજારની માગણી કરી, ભુપેન્દ્ર પાસે તો પૈસા ન્હોતા,એટલે તેણે ફરી બાબા પાસે પૈસાની માગણી કરતા બાબાએ જુદા જુદા ટ્રાન્કઝેશન કરી ભુપેન્દ્રના એકાઉન્ટમાં 25 હજાર મોકલી આપ્યા હતા. પૈસા આવી જતાં ભુપેન્દ્ર મધ્યપ્રદેશ ગયો હતો અને તમંચો ખરીદી પાછો આવતો રહ્યો હતો ત્યારે ખેડા પોલીસના હાથે પકડાઈ ગયો હતો.

ભૂપેન્દ્ર એક અઠવાડીયુ જેલમાં રહ્યો હતો. જેલમાંથી જામીન ઉપર છુટયા પછી ફરી મેંસેજર દ્વારા ભુપેન્દ્ર અને બાબા સંપર્કમાં આવ્યા ત્યારે બાબાએ કહ્યુ ખુન તારાથી થશે નહીં પણ તુ કોઈ મોટી ઘટનાને અંજામ આપ તો હું તને પૈસા આપીશ. પુર્વ વિસ્તારમાં ભુપેન્દ્ર રહેતો હોવાને કારણે તેને રેવડી બજારની જાણકારી હતી. ભુપેન્દ્રએ કહ્યુ જો રેવડી બજારમાં આગ લાગે તો મોટુ નુકશાન થાય તેમ છે. બાબાએ આ કામ માટે તેને દોઢ લાખ આપવાનું વચન આપ્યુ હતું.

આથી 20 માર્ચના રોજ ભુપેન્દ્ર પોતાના બે મિત્ર અનીલ ખટીક અને અંકિત પાલ સાથે રેવડી બજાર આવ્યો હતો અને દુકાનોને આગ ચાંપી હતી જેનો વિડીયો બનાવી બાબાને મોકલ્યો હતો, કામ થઈ જતા બાબાએ રમેશ કાંતીની આંગડીયા પેઢીમાં દોઢ લાખ મોકલી આપ્યા હતા. જેમાંથી 80 હજાર પોતે રાખી બાકીની રકમ અંકીત અને અનીલને આપી હતી. આ જાણકારીને આધારે ક્રાઈમ બ્રાન્ચ અંકિત અને અનીલને પકડી પડ્યા હતા.

તપાસ કરતા બહાર આવ્યું કે, ભાઈ ઉર્ફે બાબા કોણ છે, ક્રાઈમ બ્રાન્ચે ટેકનીકલ સર્વેલન્સ શરૂ કરતા બાબા ભાઈનું લોકેશન અલગ અલગ દેશમાં હોવાનું બહાર આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આંગડીયા પેઢીની જાણકારી પ્રમાણે તેમને દુબઈથી જે પૈસા આવતા હતા તે ગુજરાતના સુરત,વડોદરા અને ભાવનગર તેમજ દિલ્હી , મુંબઈ તથા બેગ્લોંર પણ મોકલતા હતા આમ બાબાએ દેશના અનેક શહેરમાં પોતાના જુદા જુદા મોડયુલ તૈયાર કર્યા હોવાનું નકારી શકાય તેમ નથી. જેના કારણે સેન્ટ્રલ એજન્સી પણ ચીંતામાં મુકાઈ ગઈ છે.

બાબાને શોધતા દુબઇ કનેક્શન મળ્યું, 15 લાખ આવ્યા

જો કે બાબા ખરેખર કયા તપાસ કરતા બહાર આવ્યું કે, મુંબઈની કાંતી રમેશ આંગડીયા પેઢીનો સંપર્ક કરી અમદાવાદ દોઢ લાખ કોણે મોકલ્યા તેની જાણકારી મળતા ખબર પડી કે 15 લાખ રૂપિયા દુબઈથી આવ્યા હતા. તે પૈકી દોઢ લાખ અમદાવાદ મોકલવાની સુચના હતી. પણ 15 વાખ દુબઈથી કોણે મોકલ્યા તેની તપાસ કરતા માલુમ પડયુ કે કોઈ ખોઝા નામની વ્યકિતએ મોકલ્યા હતા.

આંતર રાષ્ટ્રીય કનેક્શન હોવાનું ખુલ્યું

પોલીસે ખોઝાનો સંપર્ક કરતા તેણે જાણકારી આપી કે તેના પૈસા કોંગોમાંથી આવ્યા હતા. આમ આખી ઘટનાના તાર આંતરરાષ્ટ્રીય સ્તરના હોવાનું બહાર આવ્યું છે.

દિલ્હીમા સદામ ની ધરપકડ, બે ની હત્યા કરી

ભુપેન્દ્રની પુછપરછમાં બાબા દ્રારા સંપર્કમાં આવેલા દિલ્હીના સદામ બહાર આવ્યો હતી જેથી ક્રાઈમ બ્રાન્ચે આ મામલે દિલ્હી પોલીસને એલર્ટ કરી હતી. દિલ્હી પોલીસે સદામને શોધી કાઢયો તો ચૌંકવનારી જાણકારી મળી કે ભુપેન્દ્રની જેમ બાબાએ સદામને પણ પૈસાની લાલચ આપી કોઈની પણ હત્યા કરી નાખ કહેતા સદામે બે વ્યકિતઓની હત્યા કરી હતી.

ISI ભારતના યુવાનોને લાલચ આપી કામ કરાવે છે

પાકિસ્તાન સ્થિત આઈએસઆઈ ભારતના યુવાનોને પૈસાની લાલચમાં પહેલા નાના કામ કરાવી પછી કોઈ મોટી ઘટનાને અંજામ આપવાની હતી પણ તે પહેલા ત્રણ યુવકો ઝડપાઈ ગયા હતા.શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ સિનિયર ઓફિસર સાથે તેમને ટેક્નિકલ એનાલિસિસ અને એજન્સીઓમાં કામ કરવાનો બહોળો અનુભવ છે જેના કારણે તેમને નાના મેસેજ ને પણ પોતાની સુજ ભુજ થી જેસીપી પ્રેમવીર સિંગ સાથે મળી કામને ખાનગી રીતે અંજામ આપ્યો હતો.

(5:19 pm IST)