Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

કોરોના હવે મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીના કાર્યાલય સુધી પહોચી ગયોઃ ૮ દિવસમાં ૧૭ જવાન સંક્રમીત થતા ભારે ચિંતા

ગાંધીનગરઃ રાજયમાં કોરોના વાયરસના કેસો દિવસે દિવસે કેસોમાં વધારો જોવા મળી રહ્યા છે. ગતરોજ સૌથી વધારે રેકોર્ડ બ્રેક કેસો સામે આવ્યા હતા. રાજયમાં મંત્રીઓ અને ધારાસભ્યો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે હવે નાયાબ માહિતી નિયામક અને સીએમની બાજુમાં જ બેસતા ઉદયભાઈ,સીએની સલામતીના ડીવાયએસપી અને ડ્રાઈવર કોરોના સંક્રમિત થયા છે. જો કે, છેલ્લા એક અઠવાડિયામાં વીઆઇપી સુરક્ષામા તૈનાત 17 જવાનો કોરોના સંક્રમિત થયા છે.

ગુજરાતમાં ધારાસભ્યો અને નેતાઓ કોરોના સંક્રમિત થયા બાદ તેમનો સ્ટાફ પણ હવે ધીમે ધીમે પોઝિટિવ આવી રહ્યો છે. તાજેતરમાં જ રાજયના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ કોરોનાની ચપેટમાં આવ્યા હતા જેથી તેઓએ તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોને ટેસ્ટ કરાવવા માટેની અપીલ કરી હતી. ત્યારે ગતરોજ જાડેજાના સેક્રેટરી અને તે પહેલા તેમના કમાન્ડો કોરોનાગ્રસ્ત થયા હતા. કાર્યાલયમાં કુલ 7 લોકો સંક્રમિત થયા છે.

જો કે, તાજેતરમાં જ ગુજરાત વિધાનસભાનું સત્ર પૂર્ણ થયું છે ત્યારે 9 ધારાસભ્યોને કોરોનાનું સંક્રમણ લાગ્યું હતું. ગુજરાત વિધાનસભાના સત્રમાં ધારાસભ્યો કોરોના સંક્રમિત થયા હતા. 23 માર્ચે 5 ધારાસભ્ય સંક્રમિત થતાં વિધાનસભાગૃહને અલ્ટ્રાવાયોલેટ કિરણો ધરાવતી યુવી લાઈટથી સેનિટાઈઝ કરાયું હતું. આ પ્રકારના સેનિટેશનનો ગુજરાતમાં પ્રથમ વખત ઉપયોગ થયો હતો. યુવી લાઈટથી કોઈપણ પ્રકારના વાયરસનો ખાત્મો થાય છે અને લાંબો સમય એની અસર રહે છે. જ્યારે માસ્ક ન પહેરવા બદલ રૂ. 500ના દંડની રકમ વધારીને રૂ.1000 કરવામાં આવી હતી.

ગતરોજ અમદાવાદમાં સૌથી વધારે કેસ નોંધાયા

અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલા સમયથી કોરોના વાયરસના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આવતીકાલે સૌથી વધારે 798 પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા અને 7 લોકોના મોત થયા હતા. આ સાથે સુરતમાં પણ કોરોનાની પરિસ્થિતિ સૌથી ખરાબ જોવા મળી રહી છે.

ગુજરાતમાં રેકોર્ડ બ્રેક 3280 પોઝિટિવ કેસ નોંધાયા

ગુજરાતમાં કોરોના સંક્રમણની બીજી લહેર ખતરનાક સાબિત થઇ રહી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના સૌથી વધુ 3280 પોઝિટિવ કેસ સામે આવ્યા છે જ્યારે આ મહામારીને કારણે 17 લોકોના મોત થયા છે. અમદાવાદ અને સુરતમાં કોરોનાના સૌથી વધુ પોઝિટિવ કેસ સામે આવ્યા છે.

રાજ્યમાં રસીકરણ

રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થયા બાદ રસીકરણની પ્રક્રિયા પણ ઝડપી બનાવવામાં આવી છે. રાજ્યમાં કુલ 3 લાખ 12 હજાર 688 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. રાજ્યમાં કોવિડ-19ના 329- પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે 2167 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધી 3 લાખ 02 હજાર 932 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સ્વસ્થ થવાનો દર 93.24 ટકા છે.

(5:27 pm IST)