Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

સુરતના લીબાયત વિસ્તારમાં ચેઇન સ્નેચીંગના બે અલગ અલગ ગુનાહમાં સંડોવાયેલ બે આરોપીને અદાલતે સાત વર્ષની કેદની સુનવણી કરી

સુરત: એકાદ વર્ષ પહેલાં લિંબાયત વિસ્તારમાં ચેન  સ્નેચીંગના બે અલગ અલગ ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓ વિરુધ્ધના કેસોને ફરિયાદપક્ષે નિઃશકપણે સાબિત કરતાં આજે એડીશ્નલ સેશન્સ જજ અદ્વૈત વ્યાસે બંને આરોપીઓને દોષી ઠેરવી સાત વર્ષની સખ્તકેદ,રૃ.1 હજાર દંડ તથા દંડ ન ભરે તો વધુ એક દિવસની કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે.

ફરિયાદી રશ્મીબેન કપીલકુમાર માવાપુરી તા.17-3-20ના રોજ પોતાના પિતાને એકસીડેન્ટ થતાં પિયર ખબર કાઢવા ગયા હતા.ત્યારબાદ મોડી રાત્રે રાત્રે દશ વાગે  ફરિયાદી પોતાની એક્ટીવા મોપેડ પર તથા તેમના પતિ બંને બાળકોને લઈને મોટર સાયકલ પર પિયરથી ઘરે પરત ફરતા હતા.જે દરમિયાન સમ્રાટ સ્કુલ પાસે બીઆરટીએસ રોડ પર બે અજાણ્યા ઈસમો પલ્સર મોટર સાયકલ પર આવીને ફરિયાદીને ગળામાંથી રૃ.17  હજારની સોનાની ચેઈન તોડીને ફરાર થઈ ઘયા હતા.જ્યારે અન્ય કેસમાં લાલદરવાજા ખાતે શેર બજારમાં નોકરી કરતાં ફરિયાદી  જીગ્નેશ પ્રવિણભાઈ સોલંકી તા.17-3-20ના રોજ  નોકરી બાદ રાત્રે મોટર સાયકલ પર પત્ની સાથે સિધ્ધિવિનાયક મંદિરે જતા હતા.જે દરમિયાન ડુંભાલ બ્રિજ પર અધવચ્ચે બે અજાણ્યા મોટર સાયકલ સવાર પાછળથી આવીને ફરિયાદીના ગળામાંથી 40 હજારની સોનાની ચેઈન તોડીને નાસી ગયા હતા.

(5:55 pm IST)