Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

રાજ્યમાં કોરોનાનો કહેર વધતા પીએસઆઇની પ્રેક્ટિકલ પરીક્ષા મોકૂફ: 22 એપ્રિલથી પરીક્ષા લેવાની હતી

અમદાવાદ : રાજ્યમાં કોરોના વિસ્ફોટકને કારણે સ્થિતિ ચિંતાજનક છે. કોરોનાકાળમાં છેલ્લા ઘણા સમયથી સરકારી નોકરીઓ પર બ્રેક વાગી હતી. જે બાદ PSIની પેક્ટિકલ એક્ઝામ એપ્રિલ માસમાં રાખવામાં આવી હતી. પણ હવે કોરોના કેસો વધતાં PSIની પ્રેક્ટિકલ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. 22 એપ્રિલથી પરીક્ષા લેવાની હતી

 અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોનાનાં કેસો વધતાં રાજ્યના 20 શહેરોમાં નાઈટ કરફ્યૂ લાદી દેવામાં આવ્યો છે. અને લગ્ન પ્રસંગમાં 100 વ્યક્તિઓને જ મંજૂરી આપવામાં આવી રહી છે. તેવામાં PSIની પ્રેક્ટિકલ પરીક્ષા પાછી ઠેલવવા માટે કેટલાય લોકોએ માગ કરી હતી. અને તેને લઈને ટ્વીટર પર અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું હતું. 

(6:23 pm IST)