Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

કોરોના મહામારીની વણસતી પરિસ્થિતિ સંદર્ભે ‌મુખ્ય પોલીસ વડા આશિષ ભાટિયાના તાકીદના આદેશ : પોલીસ અધિકારીઓ અને સ્ટાફની રજા પર પ્રતિબંધ : રજા પર ગયેલાઓને પરત બોલાવાયા

રાજકોટ,. રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા દ્વારા કોરોના મહામારીનો પ્રવર્તમાન પરિસ્થિતિ ધ્યાને લઇ પોલીસ અઘિકારીઓ તથા સ્ટાફની રજા પર પ્રતિબંધ મૂકયો છે. પોલીસ વડા આશિષ ભાટિયા દ્વારા અપાયેલ તાકીદના આદેશ મુજબ જે અધિકારીઓ સ્ટાફ રજા પર છે તેવો તુરત રજા ટૂંકાવીને પરત આવી જવા આદેશ થયા છે.

આશિષ ભાટિયા દ્વારા અપાયેલ આદેશમાં નાયબ પોલીસ અધિક્ષક અને તેનાથી ઉપરના લેવલના અધિકારીઓને અનિવાર્ય સંજોગોમાં રજા મંજુર કરવી પદે તેમ હોય તેવા સંજોગોમાં ઉપરોકત કચેરીના વફાના અભિપ્રાય સાથે જ રજાની દરખાસ્ત કરવા વિશેષમાં આદેશ આપ્યો છે.

 

(6:39 pm IST)