Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

ખેડૂતો માટે પડતા પર પાટું મારવા જેવો ઘાટ સર્જાયો: ખાતરના ભાવમાં જંગી વધારો કરાયો

ડીએપી ખાતરની બેગના રૂા.૧ર૦૦ થી વધી રૂા.૧૯૦૦ કરાયા: એનપીકે ખાતરમાં રૂા.૬૧પ નો વધારી કરી નવા ભાવ રૂા.૧૭૭પ કરાયો

અમદાવાદ : ખેડૂતો માટે પડતા પર પાટું મારવા જેવો ઘાટ સર્જાયો છે. પોષણક્ષમ ભાવોને લઈ મુેશ્કેલીઓનો સામનો કરી રહેલા ખેડૂતોને ઈફકોએ ભાવ વધારા રૂપે લપડાક મારી છે. ડીએપી ખાતરના ભાવો જે અગાઉ રૂા.૧ર૦૦ હતા તે વધારીને સીધા રૂા.૧૯૦૦ કરી દેવામાં આવ્યા છે. તો એનપીકે ખાતરના ભાવોમાં પણ જુના ભાવમાં રૂા.૬૧પ નો કમરતોડ વધારો કરતાં રૂા.૧૭૭પ થી રૂા.૧૮૦૦ કરવામાં આવ્યા છે. ઈફકોના ભાવ વધારો સામે આવતાની સાથે ખેડૂત સંગઠનો તેમજ ખેડૂતોમાં આ નિર્ણય સામે ભારે રોષની લાગણી જાેવા મળી રહી છે.
    આજથી ખેડૂતો વર વધુ એક બોજ પડ્યો છે. ડીએપી, એએસપી અને એનપીકેના ખાતરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ડીએપી ખાતરના ભાવમાં ૭૦૦ રૂપિયા તથા એએસપી ખાતરના ભાવમાં ૩૭૫ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે એનપીકે ખાતરના  ભાવમાં ૬૧૫ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. પહેલા ડીએપી ખાતરનો ભાવ ૧૨૦૦ રૂપિયા હતો જે હવે વધીને ૧૯૦૦ રૂપિયા થઈ ગયો છે. તો એએસપીનું ખાતર ૯૭૫ ની જગ્યાએ ૧૩૫૦માં મળશે. એનપીકેમાં ૧૨ઃ૩૨ઃ૧૬મા ૧૧૮૫ની જગ્યાએ ૧૮૦૦ રૂપિયા થયા. અને રૂપિયા ૬૧૫નો વધારો થયો છે. એનપીકે ૧૦ઃ૨૬ઃ૨૬મા ૧૧૭૫ની જગ્યાએ ૧૭૭૫નો ભાવ રૂપિયા ૬૦૦નો વધારો થયો છે. એકતરફ પેટ્રોલ-ડીઝલના ભાવ સતત વધતા રહે છે તો બીજીતરફ ખાતરના ભાવમાં વધારો થતાં ખેડૂતો પરેશાન થઈ ગયા છે. આમ સંખ્યાબંધ મુશ્કેલીઓનો સામનો કરી રહેલા ખેડૂતોના માથે ખાતારના ભાવ વધારાનો નવો માર પડ્યો છે

(9:12 pm IST)