Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

પરીણિતાને વેશ્યાવાડે મૂકી આવવા પૂર્વ પ્રેમીની ધમકી

અમદાવાદના ઓઢવ વિસ્તારની ગંભીર ઘટના પૂર્વ પ્રેમી સાથે સબંધની ના પાડતાં ધમકી : દસ વર્ષ પહેલાં લગ્ન કરનાર મહિલાના પ વર્ષના પ્રેમ સબંધ વણસ્યા હતા

અમદાવાદ, તા. ૭  :શહેરના ઓઢવ વિસ્તારમાં એક ગંભીર પ્રકારની ઘટના સામે આવી છે. જેમાં પરિણીતાએ આરોપી સામે ફરિયાદ દાખલ કરી છે.ફરિયાદમાં યુવતીએ આરોપ મૂક્યો છે કે આરોપી યુવકે ફરીયાદીનો હાથ પકડી જબરદસ્તી શારીરિક સંબંધ બાંધવા ની ફરજ પાડી રહ્યો હતો પરંતુ ફરિયાદીએ એ ના પાડી દેતા આરોપીએ જાનથી મારી નાખવાની ધમકી આપી સાથોસાથ ફરિયાદીને વેશ્યાવાડે મૂકી આપવાની ધમકી પણ આપી હતી. આ ઘટના બાદ ફરિયાદીએ પોતાને પતિને બોલાવી સમગ્ર ઘટના વિશે જાણ કરી હતી ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

સમગ્ર ઘટનાની વાત કરીએ તો ફરિયાદી ના લગન ૧૦ વર્ષ પહેલાં થયા હતા. ફરિયાદીના બે પુત્રો પણ છે. જો કે છ મહિના પહેલાં સુધી ફરિયાદી અને આરોપી વચ્ચે પાંચ વર્ષ સુધી પ્રેમ સંબંધો હતા. પરંતુ જેતે સમયે ફરિયાદીના ઘરે ખબર પડતાં ફરિયાદીએ માફી માંગી લીધી હતી અને આરોપી સાથે સંબંધ પૂરો કરી નાખ્યો હતો પરંતુ આરોપી ફરિયાદીને હેરાન કરી રહ્યો હતો.

ગત ૪ એપ્રિલ ના રોજ ફરિયાદી કરિયાણા લેવા જઈ રહી હતી ત્યારે આરોપીએ તેનો હાથ પકડી શારીરિક સંબંધ બાંધવા દબાણ કરી રહ્યો હતો ના પાડતા આરોપીએ ફરિયાદીને બે લાફા મારી ધમકી પણ આપી હતી.

તપાસમાં સામે આવ્યું છે કે ફરિયાદી અને આરોપી વચ્ચે જ્યારે પ્રેમસંબંધ હતો ત્યારે આરોપી ફરિયાદીને પતિ સાથે છૂટાછેડા લઇ લગ્નનું દબાણ કરી રહ્યો હતો.અને સાથો સાથ ફરિયાદીને એ વાત પણ ખબર પડી હતી કે આરોપી અન્ય યુવતીઓ સાથે પણ સંબંધ રાખે છે જેથી તેણે તેની સાથે સંબંધ પૂરું કરી નાખ્યું હતું.

હાલ ઓઢવ પોલીસે આઈપીસી ૩૫૪, ૩૫૪સી, ૩૫૪ડી, ૨૯૪(બી),૩૨૩ અને ૫૦૬(૨) હેઠળ ગુનો દાખલ કરી આગળ ની કાર્યવાહી શરૂ કરી છે અને આ સિવાય અન્ય કોઈ યુવતી સાથે આરોપી આવું કૃત્ય કરે છે કે કેમ તેની પણ તપાસ શરૂ કરવા માં આવ્યું છે.

(9:48 pm IST)