Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

અમદાવાદમાં કોરોના દર્દી વધતા કોવીડ કેર સેન્ટરમાં ૬પ૦ બેડ : મ્યુ. કોર્પોરેશન દ્વારા કોવિડ હોસ્પિટલમાં ર૦૩૧ નો વધારો કરાયો

અમદાવાદ : કોરોનાના દર્દીની સંખ્યા વધતા તંત્ર દ્વારા કોવીડ કેર સેન્ટરમાં ૬પ૦ બેડ અને મ્યુ. કોર્પોરેશન દ્વારા કોવિડ હોસ્પિટલમાં ર૦૩૧ નો વધારો કરાયો છે.

અમદાવાદ: શહેરમાં કોરોનાના કેસો વધી રહ્યા છે, જેના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોવિડ હોસ્પિટલમાં 2031 બેડનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે કોવિડ કેર સેન્ટરમાં 650 બેડનો વધારો કરવામાં આવ્યો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા SVP હોસ્પિટલમાં કૉવિડ માટે 500 બેડનો વધારો કર્યો છે. તેમજ નોન કૉવિડ વોર્ડમાં હાલ જે દર્દીઓ છે તે દર્દીઓ સાજા થશે અને તેઓને હોસ્પટલમાંથી રજા આપવામાં આવશે ત્યાર બાદ સંપૂર્ણ હોસ્પિટલને કોવિડ હોસ્પિટલમાં રૂપાંતર કરવામાં આવશે. હવે નોન કોવિડ દર્દીઓને SVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે નહીં. જે અત્યારે દાખલ છે તેમની સારવાર પૂર્ણ થયા બાદ તેમને રજા આપવામાં આવશે.

આ ઉપરાંત ચાંદખેડા ખાતે આવેલી SMS હોસ્પિટલમાં કોવીડ દર્દીઓ માટે 260 બેડ તેમજ નરોડા ખાતે આવેલી GCS હોસ્પિટલમાં 160 બેડનો વધારો કરવામાં આવ્યો છે. તેમજ અસારવા ખાતે આવેલ મેડીસીટી હોસ્પિટલમાં 850 બેડનો વધારો કરવામાં આવ્યો છે. તેમજ અલગ અલગ ખાનગી હોસ્પિટલોમાં 281 બેડનો વધારો કરવામાં આવ્યો છે. આમ કોવિડ દર્દીઓ માટે 2031 બેડનો વધારો કરવામાં આવ્યો છે.

કોવિડમાં દર્દીઓ વધી રહ્યા છે જે દર્દીઓને હોસ્પિટલની જરૂરિયાત ન હોય અને એવા દર્દીઓ કે જેમના ઘરે હોમ આઇસોલેસનની સુવિધા થઈ શકે તેમ ન હોય તેવા દર્દીઓને કોવિડ કેર સેન્ટરમાં રાખવામાં આવે છે. જેમાં આજ રોજ સમરસ હોસ્ટેલમાં 500 બેડનો વધારો કરવામાં આવ્યો છે. તેમજ સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાત ,ઠક્કરબાપા નગર ખાતે 120,સિલ્વર લોડ બાય જીંજર ( ગ્લોબલ હોસ્પિટલ બોડકદેવ) આમ કુલ 650 બેડ વધારવામાં આવ્યા છે. જે સાથે શહેરમાં હવે અલગ અલગ કોવિડ કેર સેન્ટર ખાતે 2681 ઉપલબ્ધ છે. તેમજ આગામી દિવસોમાં નર્સિંગ હોસ્પિટલ અને હોમમાંથી ગાઇડ લાઈન મુજબ અરજી મેળવીને 1900 જેટલા કોવિડ દર્દીઓ માટેના વધારાના બેડની વ્યવસ્થા કરવામાં આવશે.

(10:24 pm IST)