Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

નાંદોદના પલસી ગામમાં જુગાર રમતા 10 જુગારીયાઓને રૂ. 80 હજારના મુદામાલ સાથે ઝડપી પાડતી LCB,નર્મદા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા એલસીબી પીઆઇ અલ્પેશ પટેલ અને એલસીબી સ્ટાફના માણસો એ બાતમીના આધારે નાંદોદ તાલુકાના પલસી ગામમાં નવી નગરીમાં રહેતા સુરેશભાઇ રાયસીંગ વસાવાના રહેણાંક મકાનની પાછળ  જાહેર જગ્યા મા મોબાઇલની લાઇટના અજવાળે ગે.કા. પત્તાપાનાનો હારજીતનો જુગાર રમતા જુગારીયાઓમાં ઇસવા ભાઇ ભીમાભાઇ વસાવા, મનહર ભાઇ જાની યાભાઇ વસાવા,સતિશભાઇ મોઘાભાઇ વસાવા, સુરેન્દ્રભાઇ નરપતભાઇ વસાવા, દિલીપભાઈ જેસીંગ ભાઇ વસાવા,સુમન ભાઇ દેવનભાઇ વસાવા, દશરથ ભાઇયલાલ ભાઇ વસાવા,લાલસિગભાઇ ગેલાભાઇ વસાવા, મુકેશભાઇ શંકરભાઇ વસાવા અને દિનેશ ભાઇ ગોરધનભાઇ વસાવા ને દાવ પ૨ના રોકડા રૂ . ૬,૪૪૦ તથા અંગ ઝડતીના રોકડા રૂ.૧૨, ૩૦૦  મોબાઇલ નંગ ૫ કિ.રૂ. ૧૧,૫૦૦ તથા મો.સા. નંગ ૨ કિ. રૂ.૫૦,૦૦૦ મળી કુલ કિ.રૂ.૮૦,૨૪૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ગુનો નોંધી રાજપીપળા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા છે.

(10:41 pm IST)