Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

અમદાવાદના ફોટો જર્નાલિસ્ટ રજનીકાંત ગોહિલને કોરોના ભરખી ગયો

(કેતનખત્રી) અમદાવાદઃ ૬૨ વર્ષના રજનીકાંતભાઈએ ગત સપ્તાહે ખોખરામા રહેતા અને અનેક વર્તમાન પત્રો માટે કામ કરતા ફોટોગ્રાફર પત્રકારને સિવિલમા સંક્રમિત થતા કોરોનાની કોવિડ હોસ્પિટલમા મધરાતે દાખલ કર્યા હતા તેઓનું  ૧૨૦૦ બેડની કોવિડ હોસ્પિટલ સિવિલમા દુઃખદ અવસાન થયુ હતુ. તેમના પરિવારમા   ભત્રીજા કેનેડી ગોહિલ માહિતી ખાતામા ફોટોગ્રાફર તરીકેની  ફરજ બજાવીને હાલ મા અન્ય વર્તમાનપત્ર સાથે સંકડાયેલ હતા તેઓ રજનીકાંત ગોહિલ સાથે છેલ્લા શ્ચાસ સુધી તેમની સાથે હતા. આ સિવાય સ્ટાન્ડર્ડ હેરાલ્ડ અને હિન્દુસ્તાન સમાચારમાં પણ સેવા બજાવી હતી.

(1:01 pm IST)