Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

સાણંદ માર્કેટ યાર્ડમાં એક ગોડાઉનને નિશાન બનાવી તસ્કરોએ 5.30 લાખના તમાકુ ગુટકાની ઉઠાંતરી કરી

સાણંદ:માર્કેટ યાર્ડમાં આવેલ એક ગોડાઉનમાં ચોરોએ ત્રાટકીને રૂ.. .૩૦ લાખના તમાકુના ડબા, સિગારેટ અને પાન-મસાલાના પેકેટ ઉઠાવી ગયા હોવાની ફરિયાદ નોંધાઈ છે.

પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે કુશ તારાચંદભાઈ રાઠી રહે કૃષ્ણ નગર સોસાયટી સાણંદ એપિએમસી માર્કેટ મા જય જલારામ ટ્રેડિંગ નામે ૬૭ નંબર નું ગોડાઉન ધરાવે છે અને ત્યાં તમાકુ, બીડી, બિસ્કિટ અને કોસ્મેટિક આઈટમો નો વેપાર કરે છે. જેઓ દુકાન બંઘ કરી ઘરે જતા રહેલ અને બીજા દિવસે તેઓના પિતા તારાચંદભાઈ રોજ ની જેમ સવારે દુકાન ખોલી જોતા બધો માલ અસ્તવ્યસ્ત અને પાર્સલ વેરવિખેર પડેલા હતા અને ગોડાઉન ની પાછળ હવા ની અવરજવર માટે રાખેલ નાની વેન્ટિલેટર વાળી કાચની બારી અને એંગલો તોડી નાખેલ જેથી તેમના પિતા તેઓને ફોન કરેલ તેઓ ત્યાં જઈ જોતા તમાકુના ડબ્બા ઓના પાર્સલ તથા પાનમસાલા, સિગરેટ ના પાર્સલો તોડી નાખેલ અને માલ સમાન ચોરી ગયેલ હોય એવું જણાઈ આવેલ જેથી અમે અમે અમારા ગોડાઉન મા લગાવેલા સી સી ટી વી કેમેરા ચેક કરતા તેનું ડીવીઆર પણ ચોરી ચોરી ગયેલ અને ટેબલ મા રાખેલ ,૨૫,૦૦૦ રોકડા પણ હતા નહિ તેથી ચોર ચોરી ગયેલ જણાયે ટેબલની એન્ગલ પણ તૂટેલી મળી આવેલ પછી માલ ચેક કરતા તમાકુના ડબ્બા, બીડીના પેકેટ, સિગરેટના પેકેટ, તથા વિમલ પાનમસાલાના પેકેટો તથા આર એમ ડી પાન મસાલા વગેરે ના પાર્સલો તોડી તેમાંથી છૂટક પેકેટો આશરે ,૦૦,૦૦૦ની કિંમત ના રોકડા ,૨૫,૦૦૦તથા ડી વી આર ૫૦૦૦કુલ મળી ,૩૦,૦૦૦ ની મતાની ચોરી થયા ની ફરિયાદ કુશ તારાચંદભાઈ રાઠી નોંધાવી છે.

(5:40 pm IST)