Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

ઈડરિયા ગઢના પાછળના ભાગે આવેલ ડુંગર પર ફરીવાર ખનન શરૂ થતા લોકોની ખનન અટકાવવા માંગ કરવામાં આવી

ઇડર:ઇડરીયા ગઢના પાછળના ભાગે આવેલા ડુંગર પર ફરીવાર ખનન શરૂ થતાં ગુરૂવારે ગઢ બચાવો સમિતિએ નાયબ કલેકટરને આવેદન પત્ર આપી તાકિદે ખનન અટકાવવા માં કરી હતી. સાથે ચિમકી ઉચ્ચારી હતી કેજો ખનન પ્રવૃત્તિ અટકાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

અગાઉ ઐતિહાસિક ઇડરીયા ગઢના ડુંગરો પર ચાલતા ખનને રોકવામાં ગઢ બચાવો સમિતિ તથા પ્રજાને સફળતા મળી હતી. પ્રજાનો ગઢ પ્રત્યેનો પ્રેમ અને પ્રચંડ આક્રોશ જોઈ જે તે વખતે સરકારે અહીં ખનન પ્રવૃત્તિ પર રોક લગાવી દીધી હતી. જો કે સમય વિતતાં ફરીવાર અહીં ખનન શરૂ થઇ ગયું હતું. બાબત ગઢ બચાવો સમિતિના ધ્યાન પર આવતાંગુરૂવારે ગઢ બચાવો સમિતિના અંબાલાલ પટેલનટુભાઈ પંડયારાજુ ગુર્જર સહિત આગેવાનોએ નાયબ કલેકટરને આવેદન પત્ર આપ્યું હતું. આવેદન થકી જણાવાયું છે કે ખનનકારો દ્વારા ફરીવાર ગઢનાડુંગર વિસ્તારોમાં ખનન શરૂ કરાયું છે. ખનન કોની પરવાનગીથી શરૂ કરાયું છે ? સરકાર પરવાનગી આપી છે કે કેમ તે દિશામાં તપાસ કરી ઝડપથી કાર્યવાહી કરવા માંગ કરાઈ છે. પ્રજાની લાગણી છે કેદેવદરબાર ગંભીરપુરાથી શરૂ કરી શ્રીમદ્ રાજચંદ્રભવન ઘંટીયા પહાડ સુધીના ઇડર ગઢને ઉપર નીચે આજુ-બાજુથી કાયમી ધોરણે ખનન મુક્ત કરવામાં આવે અને તેના વારસાને જાળવી રાખવામાં આવે. વધુમાં સમિતિએ ચિમકી ઉચ્ચારી છે કે જો તાકિદે ખનન અટકાવવામાં નહીં આવે તો ફરીવાર જન આંદોલન છેડવાની ફરજ પડશે.

(5:42 pm IST)