Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

અરવલ્લી જિલ્લાના મોડાસામાં રાત્રીના સમયે કર્ફ્યુનો ભંગ કરી કામ વગર બહાર નીકળતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી

અરવલ્લી:જિલ્લામાં સંક્રમણ વધી રહયું છે. મોડાસા નગર સહિત જિલ્લામાં વધતા સંક્રમણને પગલે હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. પરંતુ સારવાર માટે બેડ નથી અને અંતીમ ધામોમાં પણ વેઈટીંગ જણાવાય છે. ત્યારે રાજય સરકારે રાજયના અન્ય વિસ્તારોની જેમ અરવલ્લી જિલ્લામાં એપેડેમિક ડીસીઝ એકટ ૧૮૯૦,ડીઝાસ્ટર મેનેજમેન્ટ- ૩૪ અને ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ હેઠળ જરૂરી નિયંત્રણ લાગુ પડાયા છે.

જયારે વડામથક મોડાસા ખાતે મે થી ૧૨ મે સુધી રાત્રીના કલાક થી સવારના કલાક સુધીનો રાત્રી કરફયુ લાગુ પડાયો  છે. નિયંત્રણો ની અમલવારીના ભાગરૂપે ગુરૂવારના રોજ જિલ્લા પોલીસવડા સંજય ખરાત સહિતની ટીમ દ્વારા મોડાસા નગરના માર્ગો ઉપર વાહન સહિતનું ચેકીંગ હાથ ધરાયું હતું.અને જરૂરી અગત્યના કામ વગર બહાર નીકળનારાઓ સામે લાલ આંખ કરાઈ હતી.જયારે જિલ્લા પોલીસવડા કામ વગર બહાર નીકળનારાઓ સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવાનું પણ જણાવાયું હતું.

(5:43 pm IST)