Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

વાપી શહેરી વિસ્તારમાં યુવક લગ્નના દિવસે અન્ય યુવતીને લઈને ફરાર થઇ દુષ્કર્મ આચરતા પોલીસ ફરિયાદના આધારે તજવીજ હાથ ધરવામાં આવી

વાપી: શહેરી વિસ્તારમાં રહેતો એક યુવક તેના લગ્નના દિવસે અન્ય યુવતીને લઇને ફરાર થઇ ગયો હતો. એંગેજમેન્ટ પૂર્વે યુવતી વિરૂધ્ધ શારીરિક સંબંધ બાંધી લગ્ન કરતા આખરે યુવતીએ વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વાપી ટાઉન વિસ્તારમાં રહેતો એક યુવકના ગત એપ્રિલ 2018માં વાપીની એક યુવતી સાથે એંગેજમેન્ટ થયા હતા. 30 એપ્રિલ 2018ના રોજ યુવક અને યુવતીના લગ્ન લેવાના હતા જોકે, લગ્નની પૂર્વ રાત્રીએ યુવક અન્ય યુવતી સાથે ભાગી ગયો હતો.લગ્ન પૂર્વે યુવકે તેમની થનારી પત્ની સાથે અનેક વખત ઇચ્છા વિરૂધ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હતા જેને લઇને ત્રણ વર્ષ પછી યુવતીએ વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં યુવક વિરૂધ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(5:44 pm IST)