Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

ભરૂચમાં ચાર રેમડેસિવિર સાથે વધુ એક શખ્સને પોલીસે પકડ્યો

ભરૂચ જિલ્લામાં કોરોના મહામારીની બીજી લહેરે કહેર વર્તાવ્યો છે. ત્યારે મેડિકલ માફિયાઓ પણ દર્દીઓની મજબુરીનો લાભ ઉઠાવી રેમડેસિવિર ઈન્જેક્શન તથા અન્ય મેડિકલ ઈન્સ્ટુમેન્ટની કાળાબજારી કરી રોકડી કરી રહ્યા છે. ટીકરે  ભરૂચમાંથી બુધવારે વધુ એક શખ્સ મુબીન મકબુલ શરીફ ચૌહાણ ઉંચી કિંમતે રેમેડિસિવિર ઈન્જેક્શન વેચવા જતા વસીલા બસ સ્ટેન્ડ પાસેથી પીઆઈ જે.એન ઝાલા તથા પીએસઆઈ એ.એસ.ચૌહાણની ટીમે 4 ઈન્જેક્શન સાથે ઝડપી પાડ્યો હતો.

(6:06 pm IST)