Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

સાગબારાના ટાંકણી ગામ પાસેથી વન વિભાગની ટીમે જંગલ ચોરીના ખેરના લાકડાનો જથ્થો પકડી પાડયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાયબ વન સંરક્ષક નીરજકુમારના માર્ગદર્શન દોરવણી મુજબ સાગબારા રેંજના કાર્ય વિસ્તારમાં જંગલ ચોરીનાં લાકડા વાહતુક થવાનાં છે તેવી ગુપ્ત બાતમીનાં આધારે તા.૦૬-૦૫- ૨૦૨૨નાં રોજ સવારે ૬.૦૦ કલાકે નાકાબંધી કુ.એસ. વી.ચૌધરી રેંજ ફોરેસ્ટ ઓફિસર સાગબારા તથા યુ.બી.બીલ રાઉન્ડ ફોરેસ્ટર પાટલામહુ તથા એમ.એસ. સીતાપરા બીટ ગાર્ડ પાટલામહુ, એ.એસ. બારીયા બીટ ગાર્ડ મહુપાડા તથા રોજમદારો સાથે નાકાબંધી દરમિયાન ટાંકણી ગામ પાસે ટાટા કંપનીની પીકઅપ નં.જીજે - ૧૯ - વી -૮૭૭૯ આવતાં તેની અટકાવતાં તેની તપાસ કરતા જંગલ ચોરીનાં તાજા હાથ ઘડતરીનાં ખેરના લાકડા જોતા ટાટા કંપનીની પીકઅપ વાહન તથા મુદ્દામાલ ખેર નંગ -૨૦ ઘનમીટર ૦.૯૫૮ તેમજ ચાર ગુનેગારો પૈકી ત્રણ ગુનેગાર નાસી છુટેલ અને એક ગુનેગાર વિનેશભાઈ વિજુભાઈ વસાવા (રહે , બોરદા તા.સોનગઢ જિ.તાપી )ની અટક કરી રેંજ કચેરીએ લાવી જમા લીધેલ છે, મુદ્દામાલ તથા વાહન ની આશરે કિંમત ૧,૯૦,૦૦૦ જેની કાયદેસરની કાર્યવાહી કરી વધુ આગળની તપાસ ચાલુ છે.

   
(10:24 pm IST)