Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

જીઓરપાટી શાળાના શિક્ષિકાની ચિત્રકૂટ પારિતોષિક એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : દર વર્ષે અલગ અલગ સંસ્થાઓ કે સરકાર દ્વારા પોતાના કાર્યક્ષેત્રમાં ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર શિક્ષકો કે અન્ય સમાજ સેવકો નું સન્માન થાય છે જેમાં ચિત્રકૂટ આશ્રમ દ્વારા પણ દર વર્ષે એવોર્ડ અપાઈ છે.આ વખતે કુલ ૬૬ શ્રેષ્ઠ શિક્ષકોની ચિત્રકૂટ પારિતોષિક -૨૦૨૦ અને ૨૦૨૧ માટે પસંદગી કરવામાં આવી હોય જેમાં નાદોદ તાલુકાના જીયોરપાટી ગામની પ્રાથમિક શાળાના શિક્ષક પ્રવિણાબેન સાકારલાલ પાટણવાડીયાની પણ એવોર્ડ,સન્માન માટે પસંદગી થતાં જિલ્લામાં ગૌરવની લાગણી ફેલાઇ છે,

 અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતના લાખો પ્રાથમિક શિક્ષકોને ચિત્રકૂટ આશ્રમ દ્વારા જે રીતે પ્રોત્સાહિત કરવામાં આવે છે તે શિક્ષકો માટે ગૌરવ સમાન છે અને ગુજરાતના પ્રાથમિક શિક્ષણના વિકાસમાં તે મોટુ પ્રેરકબળ પુરૂ પાડે છે

   
 
   
(10:25 pm IST)