Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

S.Y.B.A ના પુસ્તકમાં આદિવાસી મહિલાઓ માટે ખરાબ ટિપ્પણી મુદ્દે નર્મદા કલેકટર આવેદન અપાયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના આદિવાસી અગ્રણીઓએ આજરોજ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી S.Y.B.A ના પુસ્તકમાં આદિવાસી મહિલાઓ માટે થયેલી ખરાબ ટિપ્પણી માટે પગલાં લેવા રજૂઆત કરાઇ છે
આવેદનપત્રમાં જણાવ્યા મુજબ એસ.વાય.બી.એ ના સમાજશાસ્ત્ર વિષયના કોટિલ્યકૃત પ્રશ્નસંપુટ પુસ્તકમાં આદિવાસી મહિલાઓ માટે આધાર વિહોણી ટિપ્પણી બાબતે એટ્રોસિટી સહિત પ્રકાશક અને લેખક પર સરકાર તરફે ફરિયાદ નોંધાવવા બાબતે માંગ કરાઇ જેમાં આર જમનાદાસ કુ.ની કૌટિલ્ય પ્રશ્નસંપુટ પુસ્તકમાં એઇડસ થયાના કારણો અંગે પેજ નંબર ૭૪ માં આદિવાસી સમાજની મહિલાઓ દ્વારા ચાલતી વૈશ્યાવૃતિ અને તે માટે એઇડસ ફેલાવવા માટે જવાબદાર છે " તેવુ છાપેલ હોઇ , કોઇ એક સમાજ ને બદ ઇરાદાથી તેની સંસ્કૃતિ - ગરિમા ને લાંછન રૂપ શબ્દો વાક્ય નો ઉપયોગ કરવામાં આવ્યો છે .આવી આધાર વિહોણી તેમજ આદિવાસી સમાજની આગવી સંસ્કૃતિ ને ઇરાદાપૂર્વક રીતે નિશાનો બનાવવાનો પ્રયત્ન ઉપરોકત પુસ્તક ના પ્રકાશક તેમજ લેખક દ્વારા કરવામાં આવ્યો છે,આથી આર જમનાદાસ કું. ના પ્રકાશક તેમજ લેખક , મુદ્રક પર એટ્રોસિટી ધારા અને આઇપીસી ધારા તેમજ બંધારણ ના અનુચ્છેદ ૧૫ અને ૨૧ ના ભંગ બદલ સરકાર તરફથી પણ ફરિયાદ નોંધાવવામાં આવે અને આવા પુસ્તક છાપનારનું લાયસન્સ રદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

   
 
   
(10:29 pm IST)