Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

રાજપીપળા શહેરમાં આધારકાર્ડ અને કટીયા કાઢવાની કામગીરી બંધ થતાં અરજદારો મુશ્કેલીમાં મુકાયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :રાજપીપળા : નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળામાં ઘણા દિવસોથી આધારકાર્ડ સહિતની ઑનલાઇન કામગીરી ખોરવાતા અરજદારો ધક્કા ખાઈ પરત ફરતા જોવા મળ્યા છે
રાજપીપળા નગરપાલિકા ના જનસેવા કેન્દ્ર માં કાર્યરત આધારકાર્ડની કામગીરી પાચેક દિવસથી બંધ પડતા અરજદારો અન્યત્ર જવા મજબૂર બન્યા છે ત્યારે આ બાબતે સુપરવાઈઝરના જણાવ્યા મુજબ આ કીટ માં ટેકનિકલ ખામી હોવાથી ગાંધીનગર a બાબતની જાણ કરી છે એક બે દિવસમાં ચાલુ થઈ જશે
જ્યારે બીજી બાજુ રાજપીપળા મામલતદાર કચેરીમાં કાર્યરત જનસેવા કેન્દ્ર માં હાલમાં સાત, બાર,આઠના કટીયાની કામગીરી ઓનલાઇન બંધ થતાં અરજદારો ધક્કા ખાઈ રહ્યા છે જેમાં ત્યાંના ઓપરેટરના જણાવ્યા મુજબ ઉપરથી નવું વર્ઝન અપડેટ થતુ હોવાના કારણે આ કામગીરી લગભગ આખા ગુજરાતમાં બંધ છે અપડેટ થતાં પુનઃ ચાલુ થશે

   
(10:31 pm IST)