Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

APP અને BTP વચ્ચેના ગઠબંધન બાબતે મનસુખભાઇ વસાવાના ઇન્ટરવ્યુંની પોસ્ટમાં ધમકીભરી કૉમેન્ટ કરનાર સામે ફરિયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા ના રહીશ અને ભરૂચના સાંસદ સભ્ય મનસુખભાઇ વસાવા ના ઇન્ટરવ્યૂ ની પોસ્ટ માં ધમકીભરી કૉમેન્ટ કરનાર સામે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતાં રાજકારણ ગરમાયું છે
પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર બીજેપી કાર્યાલય ના મંત્રી શંકરભાઈ ભરતભાઈ તડવી, રહે. રાજપીપલા નવાફળિયાનાઓએ આપેલી ફરિયાદ મુજબ સાંસદ મનસુખભાઈ વસાવાનો Connect Gujarat ફેશબુક એકાઉન્ટમાં તારીખ 1લી મે ના રોજ સમાચાર ઇન્ટરવ્યુ આપેલ વીડીયો પોસ્ટ કરેલ હોય જે વિડીયોની નીચે Bharat Vasava નામના ફેશ બુક એકાઉન્ટ ધારકે તેમજ અન્ય આદિવાસી ગ્રુપો દ્વારા સોશ્યલ મિડીયા ઉપર વ્યક્તિગત પ્રતિષ્ઠાને માનહાની થાય તે રીતે ના વિભત્સ ભાગમાં તેમજ ધમકી સ્વરૂપની કૉમેન્ટ કરી હોય Bharat Vasava તેમજ અન્ય ઇસમોની ઉંડાણ પૂર્વકની તપાસ કરી કાયદેસર પગલાં લેવા પોલીસ ફરિયાદ નોંધાતા જિલ્લામાં રાજકારણ ગરમાયું છે

   
(10:32 pm IST)