Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસો.ના વાઇસ પ્રેસિડેન્ટ પદે પ્રભાતભાઈ ડાંગરની બિનહરીફ વરણી.

મોરબી : સમગ્ર ગુજરાતમાં ટ્રાન્સપોર્ટ ક્ષેત્રે નામના ધરાવતા અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોશિએશનના સૌરાષ્ટ્ર ઝોનના વાઇસ પ્રેસિડેન્ટના પદ માટેની ચૂંટણી યોજાઈ હતી. જેમા સતત બીજે વર્ષે પ્રભાતભાઈ ડાંગરની બિનહરીફ વરણી થઈ હતી. હાલ તેમને શુભેચ્છકો દ્વારા બિરદાવવામાં આવી રહ્યા છે. તો સમગ્ર મોરબીના ટ્રક તથા ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે જોડાયેલા લોકો દ્વારા શુભકામના પાઠવવામાં આવી રહી છે

(9:47 am IST)