Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

માહિતી વિભાગમાં ભરતી પરીક્ષા પરિણામને પડકારતી અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી: ભરતીનો માર્ગ મોકળો

હાઈકોર્ટે આ ભરતી પ્રક્રિયા પર સ્ટે મૂક્યો હતો જોકે, હવે કોર્ટે અરજી ફગાવી દીધી:વર્ગ 1 અને 2ની ભરતીની પ્રક્રિયાનો માર્ગ પણ મોકળો બની ગયો

અમદાવાદ :  રાજ્યમાં જૂન 2021માં માહિતી વિભાગ દ્વારા લેવામાં આવેલી વર્ગ 1 અને 2ની પરીક્ષાને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. ભરતી પરીક્ષા પરિણામને ઉમેદવારો દ્વારા હાઈકોર્ટમાં પડકારવામાં આવી હતી જેના પગલે હાઈકોર્ટે આ ભરતી પ્રક્રિયા પર સ્ટે મૂક્યો હતો જોકે, હવે કોર્ટે અરજી ફગાવી દીધી છે પરિણામે વર્ગ 1 અને 2ની ભરતીની પ્રક્રિયાનો માર્ગ પણ મોકળો બની ગયો છે.

ગત જૂન મહિનામાં સરકારના માહિતી ખાતા દ્વારા વર્ગ એક બે અને ત્રણની પરીક્ષાઓ લેવામાં આવી હતી અને તેનું થોડા સમય પછી પરિણામ જાહેર થતાં જ આ ભરતી વિવાદમાં સપડાઇ હતી. અમુક ઉમેદવારો દ્વારા આ પરીક્ષામાં ગેરરીતિ અને કૌભાંડો થયા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો અને આ ભરતી પ્રક્રિયાને અયોગ્ય ઠેરવતી અરજી હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી.

નોંધનીય છે કે, અરજીને લઇને હાઇકોર્ટે તે સમયે વચગાળાનો હુકમ કરાવીને આ ભરતી પ્રક્રિયા પર સ્ટે લગાવી દેવામાં આવ્યો હતો પરંતુ આ ભરતીપ્રક્રિયાને પડકારતી અરજી હાઇકોર્ટે ફગાવી દીધી છે.

(9:46 am IST)