Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત:7 શહેરોમાં 41 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું

સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 43 ડિગ્રી તાપામન : અમદાવાદ અમદાવાદ સહિત 7 શહેરોમાં 41 ડિગ્રીથી વધુ તાપમાન

અમદાવાદ :  ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. ગરમીના કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા એક આગાહી કરવામાં આવી છે. એટલે કે તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં. બીજી તરફ શુક્રવારે 43 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું હતું. જ્યારે અમદાવાદ અમદાવાદ સહિત 7 શહેરોમાં 41 ડિગ્રીથી વધુ તાપામાન રહેવા પામ્યું હતું. આમ રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત રહેવા પામ્યો હતો.

શુક્રવારે રાજકોટમાં 41.9 , અમદાવાદમાં 41.8 , અમરેલીમાં 41.5, જૂનાગઢમાં 41.5 , ગાંધીનગરમાં 41.2, ભુજમાં 41 ડિગ્રી તાપમાન રહેવા પામ્યું હતું.

(1:41 pm IST)