Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

રાજકોટમાં કરા સાથે વરસાદની આગાહી : બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ કમોસમી વરસાદની શકયતા

હવામાન વિભાગે ખેતરમાં ખુલ્લામાં પડેલો પાક સુરક્ષિત જગ્યાએ મૂકવા ખેડૂતોને અપીલ કરી

અમદાવાદ : કાળઝાળ ગરમી વચ્ચે સૌરાષ્ટ્ર  અને ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર છે. હવામાન વિભાગે રાજકોટમાં રવિવાર અને સોમવારે કરા સાથે વરસાદની આગાહી કરી છે.તો બનાસકાંઠા અને સાબરકાંઠામાં આજે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. કમોસમી વરસાદની આગાહીને લીધો ખેડૂતોમાં ચિંતામાં વધારો થય છે. તો વળી રાજ્યના હવામાન વિભાગે ખેતરમાં ખુલ્લામાં પડેલો પાક સુરક્ષિત જગ્યાએ મૂકવા ખેડૂતોને અપીલ કરવામાં આવી છે

(1:25 pm IST)