Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

હીરામણિ વિદ્યાસંકુલ દ્વારા ‘ઉડાન' તૈયારઃસોમવારે મુખ્‍યમંત્રીના હસ્‍તે વિમોચન

ધો.૧૦-૧૨ પછીના કારકિર્દીના વિકલ્‍પોની વિપુલ માહિતી

રાજકોટ તા.૭: જનસહાયક ટ્રસ્‍ટ દ્વારા સંચાલિત હીરામણિ વિદ્યાસંકુલ દ્વારા શૈક્ષણિક વ્‍યવસાયલક્ષી માર્ગદર્શિકા (ધોરણ-૧૦ અને ૧૨ પછી કારકિર્દીના વિકલ્‍પો) ‘ઉડાન' નું વિમોચન મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલનાં હસ્‍તે, શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીના મુખ્‍ય મહેમાનપદે અને જી.એલ.એસ. યુનિ.ના પ્રેસિડેન્‍ટ શ્રી સુધીરભાઇ નાણાંવટીની વિશેષ ઉપસ્‍થિતિમાં સાંસ્‍કૃતિક સભાગૃહ, હીરામણિ સ્‍કૂલ ખાતે રાખેલ છે.
હીરામણિ વિદ્યાસંકુલ દ્વારા આ ૧૫૦ પાનાની માર્ગદર્શિકામાંગુજરાતની તમામ યુનિવર્સિટીઓની માહિતી તેમજ ગુજરાતની જુદીજુદી કોલેજોમાં ચાલતા તમામ અભ્‍યાસક્રમો/ફેકલ્‍ટીઝમાં પ્રવેશની પધ્‍ધતિની માહિતી આપવામાં આવી છે. રાજય સરકાર દ્વારા જુદી જુદી ફેકલ્‍ટીઝની કોલેજોમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને રાજય સરકારની શૈૅક્ષણિક સહાયની યોજનાઓ લોનની સુવિધાઓ તેમજ ડીગ્રી મેળવ્‍યા બાદ વિદ્યાર્થીઓને મળતી રોજગારીની તકોની પણ માહિતી આ માર્ગદર્શિકામાં દર્શાવવામાં આવેલ છે. તેમ ટ્રસ્‍ટના પ્રમુખ અને રાજયસભાના સભ્‍ય નરહરિ અમીન જણાવે છે.

 

(3:42 pm IST)