Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

મંદીરના શીખરમાંથી ૧૫૦ વર્ષ બાદ પણ કળશમાંથી મળ્‍યુ તાજુ ઘી

 

ઝુંઝનુ,તા. ૬ : જીલ્લાના ટાઇ ગામના નાથ આશ્રમના શિખરમાં સ્‍થાપીત કરવામાં આવેલ ધી ૧૫૦ વર્ષ બાદ પણ તાજુ અને સુગંધીદાર મળ્‍યુ હતું. ગામના ભવાની સિંહે જણાવ્‍યું કે, હાલ આશ્રમમાં નવનિર્માણનું કામ ચાલી રહ્યુ છે. જ્‍યારે શિખરને હટાવવામાં આવ્‍યું. ત્‍યારે તેમાંથી ઘીથી ભરેલ કળશને સુરક્ષીત રીતે બહાર કાઢવામાં આવ્‍યો હતો.

ગામમાં વાયુવેગે ઘીના કળશના સમાચાર મળતા લોકો તેને જોવા ઉમટી પડયા હતા. કળશમાંનુ  ઘી એકદમ તાજુ અને સુગંધ પણ તેવી જ મળી હતી. આશ્રમના સોમનાથ મહારાજે જણાવ્‍યુ કે, નવનિર્માણ દરમિયાન ફરીથી આ કળશ અને ઘીને જ શિખરમાં સ્‍થાપીત કરવામાં આવશે.

(3:44 pm IST)