Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

મહેસાણામા મંદિરમાં માઇક વગાડવા મુદ્દે બે ભાઇઓ પર ધોકા વડે હુમલોઃ એકનું મોત

 

અમદાવાદ તા.૭: મહેસાણા તાલુકાના મુદરડા ગામમાં યુવાનને માતાજીના મંદિરમા સ્‍પીકર વગાડવાની સજારૂપે મોત મળ્‍યુ છેુ. ઘર આગળ બનાવેલા મંદિરમાં સાંજના સમયે દીવાબત્તી કરી સ્‍પીકર વગાડતા બે ભાઇઓ ઉપર ગામના જ છ શખ્‍સ લાકડીઓ અને ધોકા લઇને તૂટી પડયા હતા. જેમાં ગંભીર રીતે ધવાયેલ એક ભાઇનું સારવાર દરમ્‍યાન મોત થયું છે.

આ મામલે લાંધણજ પોલીસે છ શખ્‍સ સામે હત્‍યાનો ગુનો નોંધીને ધરપકડ કરી છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ મુદરડા ગામના ટેબાવાળા ઠાકોર વાસમાં રહેતા અજીતજી વીરસંગજી ઠાકોર (૪૬) વર્ષ અને તેમના નાના ભાઇ જસવંતજી ઠાકોર ઘરના કમ્‍પાઉન્‍ડમાં મેલડી માતાનું મંદિર બનાવ્‍યું છે.

આ મંદિરમાં બંને ભાઇઓ દરરોજ સેવા પુજા કરી આરતી સમયે લાઉડ સ્‍પીકર વગાડતા હતા. આ બાબત તેમના ધર નજીક રહેતા લોકોને ખૂંચતી હોવાને કારણે  આ મામલે ઝઘડો થયો હતો. જેમાં સદાજી રવાજી ઠાકોર, વિષ્‍ણુજી રવાજી ઠાકોર, બાબુજી ચેલાજી ઠાકોર, જયંતીજી રવાજી ઠાકોર અને વિનુજી ચેલાજી ઠાકોર નામના શખ્‍સો લાકડી અને ધોકા જેવા હથિયાર સાથે બંને ભાઇઓ ઉપર તૂટી પડયા હતા. હત્‍યા, રાયોટિંગ, મારામારી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરાયો છે.

(3:45 pm IST)