Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

સ્‍કુલ ફી મુદે વાલી મંડળે ફરી હાઈકોર્ટનાં દ્વાર ખખડાવ્‍યા : વિદ્યાર્થીઓની ૨૫ ટકા ફી પરત કરવા અરજી કરી

કોરોનાનાં કારણે ત્રણ જ મહિના વર્ગો ચાલ્‍યા હોવાથી તેમજ સંપૂર્ણ કોર્ષ પણ પૂરો ન થતા વાલીઓએ ૨૫ ટકા ફી પરત કરવા માંગ કરી

 

 અમદાવાદ ૦૭ : રાજ્યમાં ફરી એક વખત વાલી મંડળે ફી મુદે હાઈકોર્ટનાં દ્વાર ખખડાવ્યા છે. વાલી મંડળ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી છે. જેમા તેમણે જણાવ્યુ છે કે, કોરોનાનાં કારણે શાળા ફકત ત્રણ મહિનાં ખુલ્લી રહી શકી હતી. જેનાં કારણે વિદ્યાર્થીઓનો કોર્ષ પણ પુર્ણ થઈ શક્યો હતો. જેના કારણે ધો. થી નાં વિદ્યાર્થીઓની ૨૫ ટકા પરત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

વિશે મળતી માહિતી પ્રમાણે કોરોના મહામારીમાં ધોરણ 1 થી 8 ના વર્ગો 3 મહિના ચાલ્યા હોવાથી તેમ સંપૂર્ણ કોર્ષ પણ પૂરો ના થઈ શક્યો હોવાથી 25 ટકા ફી માફીની માંગ વાલી મંડળ દ્વારા કરવામાં આવી છે. નરેશ શાહે જણાવ્યું હતું કે, સંપૂર્ણ વર્ષ દરમિયાન શિક્ષણ ઑફલાઈન ના થઈ શક્યું તેમજ કોર્ષ પણ પૂરો ના થવાને કારણે રાજ્ય સરકારે ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું છે. ગુજરાત સરકારે કોરોનાની સ્થિતિને જોતા માસ પ્રમોશન જાહેર કર્યું છે, એવામાં શૈક્ષણિક વર્ષ 2020 -21માં 25 ટકા ફી માફી માટે પણ વાલીઓ હકદાર છે.

નરેશ શાહે વધુમાં ઉમેર્યું હતું કે, જો શૈક્ષણિક સત્ર પૂરું થયું હોત અને જો માસ પ્રમોશન અપાતું હોય તો ફીમાં પણ વાલીઓને રાહત મળવી જોઈએ

નરેશ શાહે જણાવ્યું હતું કે, કોરોનાની બીજી લહેરમાં સરકારે 25 ટકા ફી માફી આપી હતી અને પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા શૈક્ષણિક વર્ષ 2021 - 22 માં પણ 25 ટકા ફી માફીની મૌખિક જાહેરાત કરી હતી, પરંતુ તેનો લાભ વાલીઓને મળ્યો નહીં. અંતે હવે માસ પ્રમોશન અપાયું છે તો સરકારે વાલીઓના હિતમાં નિર્ણય લેવો જોઈએ

(5:22 pm IST)