Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

ગાંધીનગરમાં સ્ત્રી મિત્રને ફરવા લઇ જવામાં યુવાનને થયો કડવો અનુભવ:બે અજાણ્યા શખ્સો યુવકને લૂંટી ફરાર થઇ જતા પોલીસ ફરિયાદ

ગાંધીનગર: શહેરના સેક્ટર-૭માં રહેતો ૨૨ વર્ષિય સ્મિત પટેલ ટ્રાવેલીંગનો વ્યવસાય કરે છે અને ડ્રાઇવીંગ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. સ્મિતને તા.૪મેના રોજ અડાલજ કસ્તુરી નગરમાં રેહતી અંજલી નામની તેની સ્ત્રી મિત્રનો ફોન આવ્યો હતો અને તેણે સ્મિતને પોતાને માઉન્ટ આબુ ફરવા જવું છે તું ગાડી લઇને આવી જા તેમ કહીને ૨,૫૦૦ રૃપિયાનુ ભાડું પણ નક્કી કર્યું હતું. જેથી સ્મિત પોતાની શિફ્ટ ડિઝાયર કાર લઇને અંજલિને તેમાં બેસાડી છત્રાલ-કલોલ થઇ મહેસાણાથી માઉન્ટ આબુ જવા રવાનો થયો હતો. મહેસાણા ઉંઝા હાઇવે પર આવેલા બ્લીસ વોટર પાર્ક નજીક અંજલિએ કાર થોભાવી પોતાને ફ્રેશ થવા જવું છે તેમ કહી કારમાંથી ઉતરી હતી ત્યાં થોડી વારમાં જ બે યુવકો સ્મિત પાસે આવ્યા હતા અને 'તું મારી પત્નીને લઇને કેમ ફરે છે તેમ કહીને સ્મિત સાથે બોલાચાલી અને મારઝુટ કરી હતી. પોતાને અંજલિના પતી કહેનાર શખ્સે અને તેના સાગરીતે ભેગા થઇને સ્મિતને માર માર્યો હતો અને સ્મિતે હાથમાં પહરેલી વિંટીઓ, ગળાની ચેઇન, હાથની લકી લૂંટી લીધી હતી.ત્યાર બાદ સ્મિત અને અંજલિને કારમાં બેસાડી મહેસાણા લઇ ગયા હતા જ્યાં બન્નેને રાધનપુર સર્કલ પાસે ઉતારી સ્મિતની ડાઝાયર કાર પણ લઇને તેઓ પાલનપુર તરફ ભાગી છુટયા હતા. સ્મિતે આ બાબતે માર મારી વિંટી, લકી અને ચેઇન તથા કાર મળીને કુલ ૬.૨૫ લાખ રૃપિયાની લૂંટ બાબતે પોલીસ ફરિયાદ કરી છે.

(5:50 pm IST)