Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

બાલાસિનોર તાલુકામાં પુરપાટ ઝડપે આવતી કારે બે શખ્સોને હડફેટે લેતા ગંભીર ઇજાથી મોત

બાલાસિનોર : બાલાસિનોર તાલુકાની દેવ ચોકડીથી બાલાસિનોર તરફ આવી રહેલી એક કારે બે શખ્સોને અડફેટમાં લઈ તેઓનું મોત નિપજાવ્યું હતું. અકસ્માત બાદ કાર ચાલકે નાસી છુટવાના ઈરાદે પૂરઝડપે ગાડી હંકારી બાલાસિનોર ચીલીંગ સેન્ટર પાસે આવેલા ડીવાઈડર પર અથડાવી નાસી છુટયો હતો. બનાવમાં બંને ઇજાગ્રસ્તના મોત નિપજ્યા હતા.

બાલાસિનોર તાલુકામાં એક કારચાલકે ૩ કી.મીના અંતરે બે શખ્સોને અડફેટમાં લીધા હતા. જેમાં બોરીડુંગરી ગામના પાટીયા નજીક બાઇક પર સવાર રમેશભાઈ મથુરભાઈ પ્રજાપતિ (રહે.બાલાસિનોર શ્રીરામ સોસાયટી) તેમજ ઝાલાગઢના પાટીયા નજીક રોડ ઉપર બાઇક પર ઉભા રહેલા બાબુભાઈ બીજલભાઈ મહેરાને ટક્કર મારી માથાના ભાગે ઈજા પહોંચાડી હતી. બે શખ્સોને અડફેટે લીધા બાદ કાર ચાલક નાસી છુટવાની મથામણમાં વાહન સાથે અમૂલ ચીલીંગ સેન્ટર પાસે આવેલા ડીવાઈડર પર કાર અથડાવતા આસપાસના રહીશો એકત્ર થઈ ગયા હતા. આ બાબતે બાલાસિનોર પોલીસ મથકે કાર ચાલક સામે મોટર વાહન અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો હતો. ૩ કી.મીના વિસ્તારમાં બે અકસ્માત સર્જી આવેલા કારચાલક પાસે લાયન્સસ હતું કે નહિ ? કાર ચાલક પોતે દારૂના નશામાં ચુર હતો કે નહિ ? જેવી તપાસ બાલાસિનોર પોલીસ કરે તેવી મૃતકના પરિવારજનો તેમજ મિત્રવર્તુળમાં ચર્ચાનો શુર ઉઠયો હતો.

(5:51 pm IST)