Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

આણંદના નવા બસમથક વિસ્તાર સહીત અન્ય બે વિસ્તારમાંથી 2 પરિણીતા સહીત એક યુવતી ગૂમ થઇ જતા પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી

આણંદ : આણંદ શહેરના નવા બસમથક વિસ્તારની ૨૨ વર્ષીય યુવતી, ઉમરેઠ તાલુકાના શીલી ગામની ૨૧ વર્ષીય પરિણીતા અને આણંદ તાલુકાના ઓડ ગામની ૨૭ વર્ષીય પરિણીતા રહસ્યમય રીતે લાપત્તા થઈ હોવાના ત્રણ અલગ-અલગ બનાવ આણંદ શહેર તથા ખંભોળજ પોલીસ દફતરે નોંધાયા છે.

પોલીસે જાણવાજોગ નોંધ નોંધી ગુમ થનાર વ્યક્તિઓની સઘન શોધખોળ આરંભી છે. મૂળ સુરતના ઘોડાદરાની વતની અને હાલ આણંદ શહેરના નવા બસ મથક સામે આવેલ હોમિયોપેથીક કોલેજ પાછળ પી.જી. તરીકે રહેતી ૨૨ વર્ષીય ચાંદનીબેન હકુભાઈ હડીયા આણંદની એક કોલેજમાં અભ્યાસ કરે છે. ગત તા. ૨૭મી એપ્રિલના રોજ તેણી આણંદ ખાતેથી રહસ્યમય રીતે લાપતા થઈ જવા પામી હતી.  પરિવારજનોએ તેણીનો સંપર્ક કરતા સંપર્ક થયો નહતો અને છેલ્લા કેટલાક દિવસથી દિકરી ગુમ થઈ હોવાનું માલૂમ પડયું હતું. જેથી આ અંગે અમિતકુમાર આહીરે આણંદ શહેર પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે જાણવાજોગ નોંધ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(5:53 pm IST)