Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

સુરતના વેસુ વિસ્તારમાં સરકારી આવાસમાં 15 વર્ષીય તરુણી સાથે શારીરિક અડપલાં કરનાર ચાર શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ

સુરત: શહેરના વેસુ વિસ્તારમાં એક સરકારી આવાસમાં ગુરુવારે રાત્રે પોતાના જ બિલ્ડીંગમાં નવમા માળે રહેતી મમ્મીની નાનીને મળી 15 વર્ષની તરૂણી સાતમા માળે પોતાના ઘરે આવતી હતી ત્યારે આઠમા માળે દાદર પર એક યુવાને તેને બાહુપાશમાં જકડી અડપલાં કરતા સાથે ઉભેલા ત્રણ યુવાનોએ પણ અડપલાં કર્યા હતા. તરૂણીએ પ્રતિકાર કરી એકને મારતા તેણે વળતો માર મારી દિવાલમાં માથું ભટાકવ્યુ હતું. જયારે અન્ય એકે ચપ્પુ બતાવી કોઈને જાણ કરી તો પતાવી દેવાની ધમકી આપી હતી. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના વેસુ વિસ્તારમાં આવેલા એક સરકારી આવાસમાં સાતમા માળે રહેતા અને શાકભાજીની લારી ચલાવતા શ્રમજીવીની 15 વર્ષની પુત્રી રીમા ( નામ બદલ્યું છે ) ગત ગુરુવારે સાંજે 7.30 વાગ્યે પોતાના જ બિલ્ડીંગમાં નવમા માળે રહેતી મમ્મીની નાનીને મળવા ગઈ હતી. તેમને મળી રાત્રે 8.45 કલાકે તે દાદર ઉતરીને પોતાના ઘરે જતી હતી ત્યારે સાતમા માળના દાદર પાસે તેમની સોસાયટીમાં અવારનવાર આવતો શંકર અજયભાઈ વાનખેડે અને અન્ય ત્રણ યુવાન ઉભા હતા. શંકરે રીમાને પાછળથી પકડી બાહુપાશમાં જકડી અડપલાં કરતા તેની સાથે ઉભેલા ત્રણ યુવાનોએ પણ રીમા સાથે અડપલાં કર્યા હતા.

(5:54 pm IST)