Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

સુરતમાં તાંત્રિક વિધિના બહાને માતા-પુત્રી સાથે દુષ્કર્મ આચરનાર નાનપુરાના સાધુને અદાલતે આજીવન કેદની સુનવણી કરી

સુરત:પાંચેક વર્ષ પહેલા શ્રમજીવી મહીલાના બિમાર પતિને દોરાધાગાથી સાજો કરવાના બહાને તાંત્રિક વિધીના આડમાં તેની પત્ની તથા 14 વર્ષની સગીર પુત્રી સાથ એકથી વધુવાર બળાત્કાર ગુજારીને ધાકધમકી આપનાર આરોપી બાબાને આજે પોક્સો કેસોની ખાસ અદાલતના જજ આરતી અદ્વૈત વ્યાસે તમામ ગુનામાં દોષી ઠેરવી પોક્સો એક્ટ તથા એટ્રોસીટી એક્ટના ભંગ બદલ આજીવન કેદ,10 હજાર દંડ તથા દંડ ન ભરે તો વધુ છ માસની કેદની સજા ફટકારી છે.કોર્ટે ભોગ બનનારને વીકટીમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ રૃ. 4 લાખ વળતર ચુકવા નિર્દેશ આપ્યો છે.

નાનપુરા હબીબશા મહોલ્લામાં રહેતા તથા દોરા ધાગા તથા મંત્રતંત્ર વિધી કરતાં 32 વર્ષીય આરોપી અકમલ ઉર્ફે અકમલ બાબા અખ્તર રઝા શેખ વિરુધ્ધ તા.2-3-2017ના રોજ શ્રમજીવી પરિવારની મહીલાએ પોતાના બિમાર પતિને સાજો કરવાના નામે તાંત્રિક વિધીના બહાને પોતાના તથા 14 વર્ષીય સગીર પુત્રીને ધાકધમકી આપીને એકથી વધુવાર બળાત્કાર ગુજારવા અંગે અઠવા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. મહીલાના પતિને પાંચેક વર્ષથી ચક્કર આવવાથી પડી જવા તથા અમુક સમયે કંઈ ભાન રહેતું ન હોઈ બિમારીના કારણે કામ કરી શકતા નહોતા. બિમાર પતિએ એક દિવસ નવસારી બજાર પાસે ખ્વાજા દાના દરગાહ પાસે એક અકમલ બાબા મંત્ર તંત્ર જાણે છે અને દોરા-ધાગા કરતા હોવાથી મારી બીમારી દુર કરી દેશે કહેતા દંપતીએ અકમલ બાબા પાસે જઇ બિમારી અંગે જણાવ્યું હતું.

બાબાએ  મંત્રોચ્ચાર કરી તેના પતિના માથા પર એક માટલી ફેરવી બે ત્રણ વર્ષમાં સારુ થઈ જશે તેવું જણાવીને દર પંદર  દિવસે આવવાનું કહ્યું હતુ. પણ બિમારીમાં ફેર પડયો નહોતો તેથી બાબાએ જો તારા પતિને સાજો કરવો હોય તો મારી સાથે એકાંતમાં વિધી કરવી પડશે, તેવું જણાવીને દુકાનના અંદરના ભાગે આવેલ ઓરડામાં લઈ જઈને બળાત્કાર ગુજારી ધાકધમકી આપી હતી. ત્યારબાદ ભોગ બનનારની સગીર પુત્રીને પણ તેના પિતાને સારો કરવા હોય તો વિધીના બહાને  ઓરડામાં લઈ જઈને તેની સાથે એકથી વધુવાર દુષ્કર્મ આચર્યું હતુ. જેથી અઠવા પોલીસે વારંવાર બળાત્કાર ગુજારીને પોક્સો એક્ટ તથા એટ્રોસીટી એક્ટના ભંગ બદલ આરોપી અકમલ ઉર્ફે અકમલબાબા અખ્તર રઝા શેખની ધરપકડ કરી જેલભેગો કર્યો હતો.

(5:55 pm IST)