Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

વડોદરા:નેશનલ હાઇવે પર કારને સાઈડ ન આપવા જેવી બાબતે થયેલ બબાલમાં ગડદાપાટુનો માર મારનાર ચાર શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ

વડોદરા: ગઈકાલે નેશનલ હાઇવે નંબર આઠ ઉપર ગીરીરાજ હોટલ સામે કાર સવાર ચાર શખ્સોએ ટ્રકને સાઈડ ન આપી ટ્રક ડ્રાઇવરને અપશબ્દો બોલી ગડદાપાટુનો માર માર્યો હતો. ફરિયાદના આધારે પાણીગેટ પોલીસે કાર સવાર ચાર શખ્સો વિરુદ્ધ મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પંજાબના રહેવાસી ટ્રક ડ્રાઇવર સુખદિપસિંગ શીખએ ફરિયાદ અનુસાર, તેઓગઈકાલે ફોરવહીલર ગાડીના સ્પેરપાર્ટ હાલોલ એમ.જી મોટર ખાતે ડિલિવરી કરી પરત વલસાડ જઈ રહ્યા હતા. દરમિયાન વાઘોડિયા બ્રિજ નજીક એક સ્વીફ્ટ કારચાલક કાર ટ્રકની આગળ લાવી વારંવાર બ્રેક મારી ઓવરટેક કરવા ન દઈ કારચાલક સહિત અન્ય શખ્સોએ અપશબ્દો બોલી ટ્રક ડ્રાયવરને ગડદાપાટુનો માર માર્યો હતો. ટ્રક ડ્રાઈવરે આ અંગે પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી. પોલીસની પ્રાથમિક પૂછતાછમાં કારચાલક અરુણ જયેશભાઈ માછી ( રહે - ઝંડા ચોક , કિશનવાડી) તથા કારમાં સવાર પાર્થ ઉર્ફે સોનુ રાજુભાઈ બ્રહ્મભટ્ટ ( રહે - રતિલાલ પાર્ક, વાઘોડિયા રોડ ) અને તિલકરાજ સંજયભાઈ રાવ ( રહે - તુલસીભાઈની ચાલી ,સલાટવાડા), રૂમેશ પ્રવીણભાઈ રાવલ ( રહે - કુંભારવાડા, સલાટવાડા) હોવાનું બહાર આવ્યું હતું. આ દરમ્યાન માર્ગ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા.

 

(5:57 pm IST)