Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

વડોદરાના ભાયલી કેનાલ રોડ પર મોર્નીગ વોકમાં નીકળેલ વૃદ્ધાને ધક્કો મારી અજાણ્યા શખ્સો ગળામાંથી 80 હજારની કિંમતની સોનાની ચેઇન તફડાવી છૂમંતર....

વડોદરા:શહેરના ભાયલી કેનાલ રોડ ઉપર મોર્નિંગ વોક માટે નીકળેલી વૃદ્ધાને ધક્કો મારી અજાણ્યા બાઇક સવાર શખ્સો વૃદ્ધાના ગળામાંથી 80 હજાર કિંમતની સોનાની ચેનની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. બનાવ સંદર્ભે જે.પી.રોડ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરા શહેરના સનફાર્મા રોડ ઉપર રહેતા 68 વર્ષીય વૃધ્ધા ઔક્ષણીબેન દત્તાત્રય ગઇકાલે વહેલી સવારે ભાયલી કેનાલ રોડ ઉપર વોકિંગ માટે નીકળ્યા હતા. સવારના સાત વાગ્યાના સુમારે પાછળથી ઘસી આવેલા એક શખ્સ ધક્કો મારી વૃદ્ધાને પછાડયા હતા. અને તેમના ગળામાંથી સોનાની ચેન આંચકી અન્ય બાઇક સવાર શખ્સ સાથે ફરાર થઈ ગયો હતો. જેમાં ઔક્ષણીબેનને કપાળના ભાગે ઇજાઓ પહોંચી હતી. ફરિયાદના આધારે જે.પી.રોડ પોલીસે બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ ચકાસણી સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(5:58 pm IST)