Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

અમદાવાદમાં સી ફોર્મ રજિસ્ટ્રેશન નહિ થતા 450 જેટલી હોસ્પિટલને તાળા વાગે તેવી સ્થિતિ સર્જાઈ

જો આગામી શુક્રવાર સુધીમાં નિર્ણય નહિ આવે તો ખાનગી હોસ્પિટલના ડોકટર્સ રસ્તા પર ઉતરી આંદોલન કરશે ધારણા કરશે તેવી ચીમકી ઉચ્ચારી

અમદાવાદની હોસ્પિટલમાં બીયુ પરમિશનનો મામલો ફરી સામે આવ્યો છે. ગત 31મે સુધીમાં સી ફોર્મ રજિસ્ટ્રેશન નહિ થતા અમદાવાદની 450 જેટલી હોસ્પિટલને તાળા વાગે તેવી સ્થિતિ સર્જાઈ છે. આ મામલે તાત્કાલિક નિરાકરણ લાવવા અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સીંગ હોમ્સ એસોસિયેશનએ માંગ કરી છે. જો આગામી શુક્રવાર સુધીમાં નિર્ણય નહિ આવે તો ખાનગી હોસ્પિટલના ડોકટર્સ રસ્તા પર ઉતરી આંદોલન કરશે ધારણા કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફોર્મ – સી રજીસ્ટ્રેશન ન થતા અમદાવાદ શહેરમાં 450 હોસ્પિટલના રજીસ્ટ્રેશન અટક્યા છે. BU પરમિશન મામલે હોસ્પિટલઓના સી ફોર્મ રજિસ્ટ્રેશન અટવાયા છે. જેના પગલે આહના દ્વારા તાત્કાલિક બીયુ વગર અન્ય શરતોના પાલન સાથે સી – ફોર્મનું રજીસ્ટ્રેશન કરી આપવામાં આવે તેવી માંગ કરી છે.

(8:16 pm IST)