Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

વલ્લભીપુરમાં સશસ્ત્ર સીમા બળના જવાનો વતન આવતા ભવ્યાતિભવ્ય સ્વાગત કરાયું

અમિત સાગઠીયા અને વિશાલ સાગઠીયાએ કોબ્રા કમાન્ડોની ટ્રેનીગ પૂર્ણ કરી :બને જવાનોનું વલ્લભીપુરમાં ઠેરઠેર સ્વાગત

વલ્લભીપુર :શહેરના રાજકીય તથા સામાજિક આગેવાન મનજીભાઈ પ્રેમજીભાઇ સાગઠીયા ના પુત્ર અને ખુબ જાગૃત અને યુવાઓના પ્રેરણા દાયક યુવાન  એવા વિશાલ મનજીભાઈ સાગઠીયા જેઓંને ભારત સરકારના સશસ્ત્ર સીમાબલમાં ભરતી થવા પામેલ હતા તેઓ એક વર્ષથી વધુ સમય શિમલા ખાતે ટ્રેનીગ પૂર્ણ કરેલ જેને લઇ તાલીમ પૂર્ણ કરી વતન પરત આવતા વલ્લભીપુર માં ભવ્યાતિભવ્ય સ્વાગત કરવા માં આવેલ હતું તેમજ બીજા સાગઠીયા અમિતભાઈ જેઓ કોબ્રા કમાન્ડોની ટ્રેનીગ પૂર્ણ કરી આવેલ જે આ બને જવાનોનું વલ્લભીપુર માં ઠેરઠેર સ્વાગત કરવામાં આવેલ હતું જેમાં સામાજિક તેમજ રાજકીય આગેવાનો એ કરેલ તથા વલ્લભીપુર જકાતનાકા પાસે વિદ્વાન ભૂદેવ શ્રી ગંભીરદાદા જોશી દ્વારા મંત્રોચ્ચાર સાથે સાઈલ આપી સન્માન કરેલ તેમજ વલ્લભીપુર માં આમ આદમી પાર્ટી,ભાજપા થતા કોંગ્રેસ તમામ પક્ષો દ્વારા ફૂલહાર કરી મીઠાઈ આપી સન્માન કરેલ હતું .આ સ્વાગત યાત્રામાં મોટી સંખ્યામાં સંતો -મહંતો ,આગેવાનો,વેપારીઓ ,લોકો જોડાયેલા હતા

(8:43 pm IST)