Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

આમલી ગામના બસ સ્ટેન્ડ પર થયેલી મારામારીના ગુનામાં કોર્ટે માર મરનનારને 2 વર્ષની કેદની સજા ફટકારી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના આમલી ગામના બસ સ્ટેન્ડ પર થયેલી મારા મારીની ઘટના માં કેસ ચાલી જતાં કોર્ટે માર મારનાર શખ્સને બે વર્ષ કેદની સજા ફટકારી છે

મળતી વિગતો અનુસાર કાંતીભાઈ ચંદુભાઈ વસાવા પોતાની મોટર સાઈકલ ઉપર આવતા હતા તે વખતે છત્રસીંગભાઈ બાવાભાઈ વસાવાએ તેને ઉભો રાખી તુ અમને રોજગારીના પૈસા કેમ નથી આપતો તેમ કહી ગાળો બોલવા લાગેલો જેથી ગાળ બોલવાની ના પાડતા તે એકદમ ઉશ્કેરાઈ જઈ તેના હાથમાં લાકડીનો સપાટો કાંતિભાઈ ને ડાબા હાથમાં મારી ફેકચર કરી જાન થી મારી નાખવાની ધમકી આપી ગુનો કર્યા મુજબની ફરીયાદ રાજપીપલા પોલિસ સ્ટેશનમાં નોંધાઈ હતી જે કેસ જજ એસ.સી.વાઘેલાની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ હેરીસન જે.વકીલ ની દલીલો ને ગ્રાહ્ય રાખી નામદાર કોર્ટે છત્રસિંગ ને આ ગુનામાં દોશી ઠરાવી ૨ વર્ષની સખત કેદની સજા અને રૂ.૧૦૦૦ દંડ નો હુકમ કર્યો હતો.

   
(10:36 pm IST)