Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

તિલકવાડાના ચંદપુરા ગામે ‌આઝાદીનાં ૭૦ વર્ષ પછી પણ પીવાના પાણી માટે હવાતિયાં,આવેદન આપ્યું

ગામની મહિલાઓ ૩ કિમી દૂર ખાડીમાંથી પાણી ભરવા માટે મજબૂર

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ચંદપુરા ગામે ‌આઝાદી નાં ૭૦ વર્ષ પછી પણ પીવાના પાણીની ગંભીર કટોકટી હોવાથી ડો.પ્રફુલ વસાવાની આગેવાનીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું
આવેદનમાં જણાવ્યા મુજબ ચંદપુરા ગામમાં પાણી નાં અભાવે ગ્રામજનો કફોડી હાલતમાં જીવી રહ્યા છે જેમાં ગામના ૭૦ વર્ષ નાં દાદી ની દયનીય સ્થિતિ ઉભી થઈ છે. ગામમાં જંગલી જાનવર નાં હુમલા થતાં હોય અને ગામ માં બાલવાડી નહીં હોવાથી ગામ નું એક પણ બાળક બાલવાડી જતું નથી. છેલ્લા કેટલાક વર્ષોથી ગામમાં સરકારી આવાસ યોજના મંજૂર થતાં નથી આ બાબતે ડો પ્રફુલ વસાવા દ્વારા છેવાડાના ગામો માટે ચાલતાં યુવા સંવાદ અભિયાન માં ગામ લોકો એ પોતાની સમસ્યાઓ માટે રજુઆત કરી હતી જેનાં ભાગરૂપે આજે તિલકવાડા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, પાણી પુરવઠા વિભાગ, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા કલેકટર સંબોધી આવેદનપત્ર આપી વહેલીતકે આ સમસ્યા નાં ઉકેલ માટે રજૂઆત કરાઈ છે

ડો પ્રફુલ વસાવાની આગેવાનીમાં તિલકવાડામાં રેલી કરી, ભાજપ સરકાર પાણી આપો, શિક્ષણ આપો, આવાસ આપો નાં સુત્રો સાથે મામલતદારને આવેદનપત્ર આપ્યું અને ‌ચિમકી આપી કે જો ‌ચંદપુરા ગામ ‌લોકોને તત્કાલ પીવાં નું પાણી નહીં આપવામાં આવે તો મામલતદાર કચેરી પર ભૂખ હડતાળ, આંદોલન શરૂ કરીશું

આ આવેદનપત્ર આદિવાસી ટાઈગર સેના અને સમસ્ત આદિવાસી સમાજ દ્રારા આપવામાં આવ્યું છે જેમાં ડો પ્રફુલ વસાવાની સાથે કૌશિકભાઈ તડવી, કમલેશ ભાઈ ભીલ, ચંદપુરાનાં ગામજનો , ઓળબિયા ગામ ‌પંચાયત ના સરપંચ ભરતભાઈ વસાવા હાજર ‌રહ્યા.

   
(10:41 pm IST)