Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

રાજપીપળા ખાતે કરજણ કોલોનીમાં જિલ્લા વેકસીન અને ડ્રગ સ્ટોરના નવા બાંઘકામનું થશે નિર્માણ

દવાઓ, વેકસીન તેમજ સાઘન સામગ્રીની જરૂરી સારસંભાળ-જાળવણીની સાથે જિલ્લાના તમામ કેન્દ્રોએ જરૂરી સ્ટોર કરેલ દવાઓ સમયસર પહોંચાડવામાં મદદરૂપ થશે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :નર્મદા જિલ્લો એ એસ્પિરેશન ડિસ્ટ્રીક્ટ ધરાવતો જિલ્લો છે, ત્યારે રાજપીપલા શહેરી વિસ્તાર સહિત તાલુકા-ગ્રામ્યક્ષેત્રના અંતરિયાળ અને છેવાડાના પ્રત્યેક લોકો સુધી સ્વાસ્થ્યલક્ષી સેવાઓ પહોંચે અને હવે ઘર આંગણે જ સુલભ સુવિધાઓમાં વધારો થાય તે હેતુસર જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના માર્ગદર્શન અને જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુની રાહબરી હેઠળ રાજપી૫લા મુખ્ચ મથક ખાતે કરજણ કોલોનીના કેટગરી સી ના બ્લોક નં.૧૦, ૧૧, અને ૧૨ માં જિલ્લા વેકસીન અને ડ્રગ સ્ટોરના નવા બાંઘકામ માટે ૧૫૦૦૦ ચો.ફુટ જમીનની માંગણી અંગેની દરખાસ્ત સિંચાઇ વિભાગને કરવામાં આવેલ જે દરખાસ્તને ઘ્યાને લઇ ગુજરાત સરકારની કચેરી ન.જ.સં.પા.પુ. અનેક વિભાગ, સચિવાલય ગાંઘીનગરના હુકમથી જમીન ફાળવણી અંગેની ના વાંઘા પ્રમાણ૫ત્ર (NOC) આપીને જિલ્લાને વધુ એક આરોગ્યલક્ષી ભેટ આપીને સુલભ સુવિધાઓમાં વધારો થયો છે.

 

(10:43 pm IST)