Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

દહેગામમાં ગઠીયાએ ગાડીનો કાચ તોડી ડેકીમાં મુકેલા 7 લાખની કરી તડફંચી

એલ્યુમિનિયમ સેક્સન ફેકટરીના માલિકની ગાડીમાં મૂકેલી 7 લાખની રકમની તડફંચી

દહેગામ જીઆઇડીસીમાં એલ્યુમિનીયમ સેકસનની ફેક્ટરીનું નિર્માણ કરનાર માલિકની ગાડીમાં મૂકેલી 7 લાખ રૂપિયાની રકમની ગઠિયાએ ગાડીનો સાઈડનો કાચ તોડી ડેકીમાં મૂકેલી રકમની તડફંચી કરી હોવાની ઘટના સામે આવી છે. આંગડિયા પેઢીમાંથી રકમ લઈને નિર્માણ પામી રહેલી ફેક્ટરીના માલિકનો પુત્ર ફેક્ટરી પર આવ્યો હતો. દરમ્યાન આંગડિયા પેઢીમાંથી લાવેલી રકમ ગાડીની ડીકીમાં મૂકી ગાડી બહાર રાખી હતી દરમિયાન બે શખ્સો એકટીવા ઉપર આવી એક શખ્સે ગાડીનો કાચ તોડી ડેકી માંથી 7 લાખની રકમની તડફંચી કરી હતી.

  પ્રાપ્ત માહિતી અનુસાર દહેગામ જીઆઇડીસી ખાતે રમેશભાઈ પટેલ એલ્યુમિનીયમ સેકસનની ફેક્ટરી બનાવી રહ્યા છે. જેમાં ગઈકાલે સાંજના સમયે તેમનો પુત્ર મિલાપ રમેશભાઈ પટેલ દહેગામ ખાતે ના નીલકંઠ પ્લાઝા શોપિંગ સેન્ટરમાં આવેલી આર.કે આંગડિયા પેઢીમાંથી 7 લાખ રૂપિયાની રકમ લઇ ગાંધીનગર જવાના રસ્તે થી પસાર થઈને નવી કોર્ટ વાળા વિસ્તારમાં થઈ જીઆઇડીસીમાં જ્યાં તેમની ફેક્ટરી બની રહી છે ત્યાં આવ્યો હતો. તે સમયે ફેક્ટરી નું કામ ચાલી રહ્યું હોવાથી મિલાપે 7 લાખની રકમ ગાડીની ડીકીમાં મૂકી ગાડી બહાર પાર્ક કરી ત્યાં ગયો હતો. દરમિયાન બે ગઠીયા એકટીવા ઉપર આવ્યા હતા તેમાંથી એક શખ્સ નીચે ઉતર્યો હતો અને ગાડીનો સાઈડનો કાચ તોડી ડીકી માં મુકેલા 7 લાખની રકમની તડફંચી કરી હતી. ગાડીમાંથી મોટી રકમ ની ચોરી થતાં ફેક્ટરી માલિક દ્વારા પોલીસ મથકે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. જ્યારે પોલીસે ઘટના બાબતે દહેગામ શહેરના સીસીટીવી કૅમેરા ફૂટેજ મેળવી તપાસ આરંભી હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. મોટી રકમ વાહનોમાં મૂકીને જતાં લોકો માટે સબક લે તેવી ઘટના બની હોવાથી લોકો સભાન બને તે જરૂરી છે

   
 
   
(10:59 pm IST)