Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

રાજુલામાં સિંહની પજવણી કરનાર શખ્સની વન વિભાગે ધરપકડ કરી: કોર્ટે જામીન આપ્યા

રાજુલાના બર્બટાણા ગામમાં સિંહ પાછળ ટ્રેકટર દોડાવી પરેશાન કરાતો હોવાનો વિડિઓ વાયરલ થતા પાલીતાણા શેત્રુંજી ડિવિઝનના DCF જયન પટેલ દ્વારા તપાસના આદેશ આપ્યા હતા

અમરેલીના રાજુલામાં સિંહની પજવણી કરનાર શખ્સની વન વિભાગે ધરપકડ કરી છે. રાહુલ બલદાણીયા નામના શખ્સ સાથે વન વિભાગે ટ્રેક્ટર કબજે કર્યું હતું અને આરોપીને કોર્ટમાં રજૂ કર્યો હતો.રાજુલા કોર્ટે શખ્સને જામીન આપ્યાં છે.

રાજુલાના બર્બટાણા ગામમાં સિંહ પાછળ ટ્રેકટર દોડાવી તેને પરેશાન કરવામાં આવ્યો હતો.જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.જેને લઇ પાલીતાણા શેત્રુંજી ડિવિઝનના DCF જયન પટેલ દ્વારા તપાસના આદેશ આપ્યા હતા. અમરેલીના રાજુલામાં ટીવી નાઇનના અહેવાલની અસર હેઠળ સિંહની પજવણી મામલે તપાસના આદેશ અપાયા હતા.બર્બટાણા ગામમાં સિંહ પાછળ ટ્રેકટર દોડાવી તેને પરેશાન કરવામાં આવ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.જે પછી રાજુલા બૃહદ રેન્જ વનવિભાગમાં એક શખ્સ સામે ગુનો નોંધાયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમરેલીમાં સિંહો જંગલ વિસ્તાર છોડી ગ્રામ્ય વિસ્તારો તરફ આવ્યા છે..અમરેલીના ગામોમાં દિન પ્રતિદિન સિંહોના આંટાફેરા વધ્યા હોવાના વીડિયો સામે આવી રહ્યા છે. જો કે લોકો દ્વારા તેની કનડગત કરવામાં ના આવે તે માટે વનવિભાગ વારંવાર લોકોને સમજાવતા હોય છે. જેમાં કેટલાક લોકો સિંહ સાથે સેલ્ફી પણ લેતા હોય છે. જો કે વન્ય પ્રાણી સંરક્ષણ કાયદા મુજબ વન્ય પ્રાણીની કનડગત ફોજદારી ગુના સમાન માનવામાં આવે છે. જેની માટે જેલની સજા પણ ભોગવવી પડે છે.

   
(11:20 pm IST)