Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

એલઆરડીની ફાઇનલ આન્સર કીમાં કોઇ ફેરફાર નહીં થાય :લોકરક્ષક ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલનું નિવેદન

1 હજાર 250થી વધુ વાંધા મળ્યા હતા. જે બાદ 27 એપ્રિલના રોજ બેઠક યોજી તે દિવસે જ ફાઇનલ આન્સર કી વેબસાઇટ પર મુકવામાં આવી

અમદાવાદ :  LRDની ફાઇનલ આન્સર કીને લઇને વિવાદ સર્જાયો છે. ત્યારે લોકરક્ષક ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે સમગ્ર વિવાદ મુદ્દે નિવેદન આપ્યું. હસમુખ પટેલે સ્પષ્ટતા કરી કે એલઆરડીની ફાઇનલ આન્સર કીમાં કોઇ ફેરફાર નહીં થાય.

હસમુખ પટેલે જણાવ્યું કે આન્સર કી મુદે 1 હજાર 250થી વધુ વાંધા મળ્યા હતા. જે બાદ 27 એપ્રિલના રોજ બેઠક યોજી તે દિવસે જ ફાઇનલ આન્સર કી વેબસાઇટ પર મુકવામાં આવી હતી. જે બાદ પણ અનેક ઉમેદવારો તરફથી લેખિત અરજીઓ મળી હતી. ઉમેદવારોએ ભરતી બોર્ડ સમક્ષ મુકેલા વિવિધ સોર્સિસ પણ અમે ધ્યાને લીધા છે. બોર્ડ દ્વારા અત્યાર સુધી મળેલા તમામ વાંધાઓની સમીક્ષા કરવામાં આવી છે. 27 તારીખે જે ફાઇનલ આન્સર કી મુકાઇ છે તેમાં કોઇ ફેરફાર કરવામાં નહીં આવે.

  અત્રે ઉલ્લેખનીય છે કે યુવાનેતા યુવરાજસિંહ જાડેજાએ કર્યો છે કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા 10મી એપ્રિલે લેવાયેલી LRD ભરતી માટેની પ્રીલિમિનરી પરીક્ષાની ફાઇનલ આન્સર કીમાં સાત કે તેથી વધુ પ્રશ્નોના જવાબ ભૂલભરેલાં છે. સાથે જ આ જવાબો ખોટાં હોવાનો દાવો રજૂ કરતી વખતે શાળા અને કોલેજોના પાઠ્યપુસ્તકોમાં છપાયેલી વિગતો પણ રજૂ કરી છે જેની સાથે આન્સર કીના જવાબો સુસંગત નથી.

(12:26 am IST)