Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

ઈદનો તહેવાર અને ચોમાસાની સ્‍થિતિ સંદર્ભે એલર્ટ રહેવા ટોચના અધિકારીઓને સર્તક કરાયા

પુર જેવી પરિસ્‍થિતિમાં લોકોને સલામત સ્‍થળે ખસેડવા, વાહન વ્‍યવહાર ન ખોરવાઈ તે માટે તમામ એસપી, પોલીસ કમિશનર, રેન્‍જ વડાઓને કલેકટર, મહાનગર પાલિકા તંત્ર સાથે સંકલન રાખવા સૂચના : એનડીઆરએફ માફક રાજના એસએનડીઆરએફ મદદે મોકલાશે, રાજયના મુખ્‍ય પોલીસ વડા આશિષ ભાટિયા અને લો એન્‍ડ વડા નરસિહમા કોમાર દ્વારા તાકીદની બેઠકમાં માર્ગદર્શનઃ સુરત, વડોદરા ગ્રામ્‍ય, અમદાવાદ સહિતના સંવેદનશીલ વિસ્‍તારોમાં વધારાના અર્ધ લશ્‍કરી દળો તૈનાત કરવામાં આવશે : આઈબી યુનિટ દ્વારા એકઠી કરવામાં આવેલ સાવચેતીની આલબેલ જેવી માહિતી અનુપમસિંહ ગેહલોત દ્વારા શેર કરવામાં આવીઃ આ મુજબ જ રણનીતિ રાજયના ટોચના અધિકારીઓ ઘડશે

રાજકોટ, તા.૭:   ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રવકતા દ્વારા થયેલ વિવાદાસ્‍પદ નિવેદનના પગલે પગલે. કોમી માહોલ દેશના વિવિધ ભાગોમાં જે રીતે કલુષિત બન્‍યા બાદ અમદાવાદની રથયાત્રા જે રીતે બન્ને કોમ દ્વારા ખૂબ એકતા દર્શાવી ઉજવવામાં આવ્‍યો તે રીતે આગામી ૧૦ મી તારીખે ઈદનો તહેવાર આવી જ રીતે બન્ને કોમના એખલાસ ભર્યા વાતાવરણ વચ્‍ચે યોજવા સાથે પ્રવર્તમાન ચોમાસાની સીઝન ધ્‍યાને રાખી લોકો કોઇ રીતે મુશ્‍કેલીમાં ન મુકાય ,લોકોને સલામત સ્‍થળે ખસેડવા, વાહન વ્‍યહવાર ન ખોરવાઇ જાય તે માટે સાવચેત રહેવા રાજ્‍ય ભરના પોલીસ તંત્રને  એલર્ટ કરવામાં આવેલ છે.                                    

રાજ્‍યના મુખ્‍ય અને અનુભવી પોલીસ વડા આશિષ ભાટિયા ,રાજ્‍યના લો એન્‍ડ ઓર્ડર વડા નરસિંહમા કોમાર, અને રાજ્‍યના આઇબી વડા અનુપંસિહ ગાહેલોત દ્વારા તાકીદની વિડિયો કોન્‍ફરન્‍સ મારફત આ માટે ગુજરાત ભરના એસપીઓ, રેન્‍જ વડા અને પોલીસ કમિશનર સાથે આ બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવેલ. મુખ્‍ય પોલીસ વડાં દ્વારા તહેવારો અંતર્ગત કોઈ અસામાજિક તત્‍વો વાતાવરણ ન બગાડે તે માટે બન્ને કોમના આગેવાનો વચ્‍ચે અરસપરસ સહકાર માટે બેઠક, રથ યાત્રા તર્જ ર્પ એકતાના રંગ એક જેવા કાર્યક્રમો,બેઠકો રાખવા સૂચન થયેલ.    

 સુરત,વડોદરા, ભરૂચ,વડોદરા ગ્રામ્‍ય સહિતના વિસ્‍તારોમાં ભૂતકાળના બનાવો ધ્‍યાને રાખી વિશેષ કાળજી સાથે વધારાના ફોર્સ મૂકવા નિર્ણય થયાનું પણ જાણવા મળે છે.  ગુપ્તચર બ્‍યુરો દ્વારા આગમ ચેતી માટે જે ખાનગી માહિતી એકઠી કરવામાં આવેલ તે આધારે આ વિગતો સંબંધક જવાબદાર અધિકારીઓ સાથે શેર કરવામાં આવેલ. આશિષ ભાટિયા અને નરસિહમા કોમાર દ્વારા વરસાદની સ્‍થિતિ ધ્‍યાને રાખી મહા નગરપાલિકા, કલેકટર તંત્ર સાથે સંકલન રાખવા ખાસ તાકીદ કરી  Sndrf અર્થાત્‌ સ્‍ટેટ એન્‌. ડી.આર. એફ.ની મદદ પણ  મળશે તેવી માહિતી આપી હતી.

(3:36 pm IST)